News of Thursday, 30th July 2026
પંજાબમાં ચર્ચિત પેપર લીક મામલે દિલ્હીમાં ભારે હંગામો: ભાજપે આમ આદમી પાર્ટીના કાર્યાલય બહાર ઘેરાવ કરી કર્યો ઉગ્ર વિરોધ!
ફાર્માસ્યુટિકલ પરીક્ષાનું પેપર લીક થયાનો ભાજપનો ગંભીર આરોપ: પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સના રાજીનામાની અને રદ્દ થયેલી પરીક્ષા ફરી લેવાની કરી માંગ

નવી દિલ્હી, તા.30: પંજાબમાં તાજેતરમાં સામે આવેલા કથિત પેપર લીક પ્રકરણને લઈને રાજકારણ ગરમાયું છે. આ મામલે ભારતીય જનતા પાર્ટી (BJP) એ આજે દેશની રાજધાની નવી દિલ્હી સ્થિત આમ આદમી પાર્ટી (AAP) ના મુખ્ય કાર્યાલય બહાર એક મોટું અને ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.
દિલ્હી ભાજપ પ્રમુખ હર્ષ મલ્હોત્રાના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવેલા આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના અનેક નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. પ્રદર્શનકારીઓએ આમ આદમી પાર્ટી અને પંજાબ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને પરિસર બહાર ભારે હંગામો મચાવ્યો હતો.
મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ હર્ષ મલ્હોત્રાએ ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું હતું કે, પંજાબમાં ફાર્માસ્યુટિકલ પરીક્ષાનું પેપર લીક કરીને લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા છે. તેમણે પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સ તાત્કાલિક ધોરણે પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી તીખી માંગ કરી હતી. આ સાથે જ તેમણે વિદ્યાર્થીઓના હિતમાં આ કથિત લીક થયેલી પરીક્ષાને રદ્દ કરીને વહેલી તકે ફરીથી નિષ્પક્ષ રીતે યોજવાની પણ હાકલ કરી હતી.
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
