News of Wednesday, 30th September 2026
માનવતા મરી ગઈઃ ૧ મહિનાના બાળકને વેચી મા-બાપે સ્માર્ટફોન અને સોનાના દાગીના ખરીદ્યાઃ ૪૮ કલાકમાં ૪ હાથમાં ફર્યું બાળક
માતા-પિતાએ પોતાના ૧ મહિનાના માસૂમ બાળકને પૈસા માટે વેચી દીધું: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાંથી બાળ તસ્કરીના કેસની ચોંકાવનારી જાણકારી સામે આવી

મુંબઈ,તા.૩૦: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાંથી એક એવા સમાચાર આવ્યા છે, જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. અહીં માતા-પિતાએ પોતાના ૧ મહિનાના માસૂમ બાળકને પૈસા માટે વેચી દીધું.બાળકને વેચીને એ પૈસાથી માતા-પિતાએ સોનાના દાગીના અને સ્માર્ટફોન ખરીદી લીધો. જાણકારી અનુસાર, માતા-પિતાએ માસૂમ બાળકને સોદો ૧ લાખ ૨૦ રુપિયામાં કર્યો હતો. ત્યાર બાદ બાળક ૪૮ કલાકમાં ચાર લોકોના હાથમાં ફરીને નાંદેડના રસ્તે તેલંગણા પહોંચી ગયું. આ ઘટનાનો ખુલાસો થતો સૌને ચોંકાવી દીધા હતા.
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાંથી સામે એવાલા બાળ તસ્કરીના કેસની ચોંકાવનારી જાણકારી સામે આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે,ખાલી એક મહિનાના માસૂમ બાળકને ૧ લાખ ૨૦ હજાર રુપિયામાં વેચી દીધા બાદ જૈવિક માતા-પિતાએ એ પૈસાથી બે બ્રાન્ડેડ સ્માર્ટફોન અને લગભગ ૬૨ હજાર રુપિયાના સોનાના દાગીના ખરીદી લીધા.
હકીકતમાં જોઈએ તો મુકુંદવાડી પોલીસે ગત ૨૪ સપ્ટેમ્બરના રોજ આ ઘટનાને લઈ ફરિયાદ નોંધી હતી અને તપાસ શરુ કરી હતી. પોલીસ દ્વારા આ મામલામાં કાર્યવાહી કરતા બાળકના જૈવિક માતા-પિતા સહિત આંતરરાજ્ય રેકેટના સાત આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ અનુસાર, સીમાએ બાળકને ૨ લાખ ૭૦ હજાર રુપિયામાં સંગીતા આવ્હાડને વેચ્યું. ત્યાર બાદ સંગીતા અને ખુદને ડોક્ટર ગણાવતા સુરેશ ગુંટુકાએ નાંદેડમાં બાળકની અદલા-બદલી કરી. આગળ જતાં બાળકને ૩ લાખ ૫૦ હજાર રુપિયામાં હૈદરાબાદની ઉમા ખટકમને વેચી દીધું.
નવાઈની વાત એ પણ સામે આવી છે કે પૈસા માટે વેચેલા બાળકને ખાલી ૪૮ કલાકની અંદર મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરથી નાંદેડના રસ્તે હૈદરાબાદ પહોંચી ગયું હતું. પોલીસે ત્યાર બાદ એક્શન લીધી અને હૈદરાબાદથી બાળકને સુરક્ષિત રીતે પાછું લઈ આવ્યા. બાદમાં કલ્યાણ સમિતિના આદેશ બાદ બાળકને એક સંસ્થાને સોંપી દેવામાં આવ્યું છે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
