<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

પત્‍નીના દરરોજના ઝઘડાથી કંટાળી ઊંચા ઝાડ પર ચડી ગયો પતિ

આ માણસ કેટલો કંટાળ્‍યો હશે પરિવારજનો-ગામજનોના વધી ગયા ધબકારા

જલપાઈગુરી તા.૧૭: પતિ-પત્‍ની વચ્‍ચેના ઝઘડાના આપણે અનેક સમાચાર જોયા અને વાંચ્‍યા છે. પણ પヘમિ બંગાળમાંથી પતિ-પત્‍નીના ઝઘડાના ચોંકાવનારા સમાચાર સામે આવ્‍યા છે. આ ઘટનાની પヘમિ બંગાળના જલપાઈગુરીમાં ભારે ચર્ચા થઈ રહી છે. જેમાં પત્‍ની સાથે દરરોજ થતાં ઝઘડાથી કંટાળીને પતિ ચાના બગીચામાં આવેલા એક ઊંચા ઝાડ પર ચડીને બેસી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જે બાદ આ લોકોએ તેને નીચે ઉતરવા માટે સમજાવ્‍યો હતો. જોકે, પત્‍નીના ઝઘડાથી કંટાળેલા પતિએ કોઈની વાત સાંભળી નહોતી. અંતે પોતાના નાના દીકરાએ રડતાં-રડતાં વિનંતી કરતા, તે સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયો હતો. મળતી માહિતી અનુસાર, પヘમિ બંગાળના જલપાઈગુરીના બનારહાટ ચાના બગીચા પાસે કબ્રસ્‍તાન નજીક રહેતા અહેમદ અંસારીના ઘરમાં દરરોજ કંકાસ થતો હતો. દરરોજની માથકૂટથી કંટાળેલો અહેમદ ઘરેથી નીકળી ગયો હતો. જે ચાના બગીચામાં ચાના છોડને તડકાથી બતાવવા માટે વાવેલા એક ઊંચા ઝાડ પર ચડીને બેસી ગયો હતો. આ અંગેની જાણ થતાં બગીચાનો ચોકીદાર અને આસપાસના લોકો ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા. તેઓએ અહેમદને ઝાડ પરથી નીચે ઉતરી જવા માટે વારંવાર વિનંતી કરી હતી. જોકે, અહેમદ એકનો બે થયો નહીં. તે ઝાડ પર રડી રહ્યો હતો અને વારંવાર એવું કહી રહ્યો હતો કે ૅહું આ રોજના કંકાસથી કંટાળી ગયો છું.

 જો કોઈ મને બળજબરથી નીચે ઉતારવાનો પ્રયાસ કરશે તો હું ઝાડ પરથી કૂદી જઈશ. આ ઘટનાની જાણ થતાં અહેમદના પરિવારજનો પણ ઘટનાસ્‍થળે દોડી આવ્‍યા હતા.

(2:54 PM IST)