<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

પત્‍નીએ વહેલો ઉઠાડયો એટલે પતિએ ગુસ્‍સામાં ખુદને જ ગોળી મારી દીધી

હાથરસ તા.૨૩: ઉત્તર પ્રદેશના હાથરસના રામપુરુ બટ્ટારી ગામમાં બુધવારે વહેલી સવારે ૩૫ વર્ષના એક ભાઈએ તમંચાથી ખુદના જ માથામાં ગોળી છોડીને આત્‍મહત્‍યા કરી હતી. આ ભાઈનું નામ છે લાલુ સિંહ. ગોળીનો અવાજ સાંભળીને પરિવારજનો ઓરડામાં પહોંચ્‍યા ત્‍યારે લાલુનું શબ પલંગમાં લોહીથી લથબથ પડેલું હતું. પ્રાથમિક તપાસ અનુસાર સવારના પહોરમાં પત્‍ની સાથે ઊઠવાને લઈને થયેલા ઝઘડાને કારણે લાલુએ ઉશ્‍કેરાઈને આ પગલું લીધું હતું. સામાન્‍ય રીતે ૮ વાગ્‍યે ઊઠતા લાલુને પત્‍ની આશાદેવીએ સવારે પાંચ વાગ્‍યે ઉઠાડવાની કોશિશ કરી હતી, કેમ કે કિચનના દરવાજાનું તાળું ખૂલતું નહોતું અને ૬ વર્ષના દીકરાને સ્‍કૂલમાં મોકલવા માટેની તૈયારીઓ કરવાની હતી. એને કારણે આશાદેવીએ પતિ લાલુને ઊંઘમાંથી ઉઠાડ્‍યો હતો. એનાથી ગુસ્‍સે ભરાઈને બન્ને વચ્‍ચે બોલાચાલી થઈ. તેણે પહેલાં તો આશાદેવી પર હાથ પણ ઉપાડ્‍યો હતો. જોકે એ પછી પત્‍ની દીકરા આરવને તૈયાર કરવામાં લાગી ગઈ હતી.

(2:32 PM IST)