<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

કોને કેટલો ચઢાવો ગયો બધું જ જાહેર કરીશ

ગદ્દાર કહેનારાઓ પર ભજ્જી ભડકયો, AAP પર લગાવ્યો મોટો આરોપ : સમય આવે ત્યારે ખુલાસો કરશે કે કોને કેટલો ચઢાવો ગયો હતો અને પંજાબને લૂંટવા માટે કોને કેવી રીતે મંત્રી-સંતરી બનાવવામાં આવ્યા

નવી દિલ્હી તા.૨૩: ક્રિકેટના મેદાનમાં જ્યારે બોલર સ્પિન ફેંકે છે ત્યારે મોટા મોટા ખેલાડીઓ એમા લપસી જાય છે, પણ આ વખતે મેદાન રાજકારણનું છે અને હાથમાં બોલ નહીં, પણ સોશિયલ મીડિયા પર ફેંકાયેલો એવો બોમ્બ છે, જેના કારણે પંજાબથી લઈને દિલ્હી સુધી રાજકીય ગરમાવો વધી ગયો છે. રાજ્યસભા સાંસદ હરભજન સિહને પોતાની જ જૂની પાર્ટીના કાર્યકરોએ ગદ્દાર કહીને ટાર્ગેટ પર લીધા છે. હવે જવાબમાં હરભજને એવો પ્રહાર કર્યો છે કે, પાર્ટીના સૌથી મોટા 'સત્ય' અને ઈમાનદારીના દાવા પર સવાલ ઊભા થાય છે. હરભજન સિહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હ્ર પર પોતાને ગદ્દાર કહ્યાના આરોપ પર સીધા ખ્ખ્ભ્ના ટોચના નેતૃત્વને ઘેર્યું છે અને દાવો કર્યો છે કે પંજાબની રાજ્યસભાની બેઠકો ભારે રકમ લઈને વેચાઈ હતી.

હરભજન સિહ (ભજ્જી)એ વિરોધી ટ્રોલર્સ અને પાર્ટી કાર્યકરોને ખુલ્લી ચેલેન્જ આપી છે કે જો તેમના લોકો સત્ય બહાર નહીં લાવે તો તેઓ પોતે જ જનતા સામે ખુલાસો કરશે કે રાજ્યસભાની ટિકિટ માટે કોને કેટલો ચઢાવો અને કોની તરફથી ગયો હતો. આ ખુલાસા બાદ પંજાબથી લઈને દિલ્હી સુધી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે.

આ સમગ્ર વિવાદની શરૃઆત ત્યારે થઈ જ્યારે સોશિયલ મીડિયા પર દેવેન્દ્ર યાદવ નામના એક AAP કાર્યકરે હરભજન સિંહને ગદ્દાર કહીને સીધો હુમલો કર્યો હતો. પોસ્ટમાં હરભજન સિહને પૂછાયું હતું કે, જે નેતાની દયાથી તમે રાજ્યસભા સુધી પહોંચ્યા, તેને છોડીને BJPમાં ગયા પછી પણ તમે સાંસદ પદેથી રાજીનામું કેમ આપ્યું નહીં? BJPમાં જવાનું શું કારણ હતું?ૅ સાથે સાથે, સોશિયલ મીડિયા પર હરભજન સિહ પર કરોડો રૃપિયાની ડીલના આરોપ પણ લગાવવામાં આવ્યા હતા.

આ આરોપો પર હરભજન સિહે તીખો પ્રત્યાઘાત આપ્યો અને લખ્યું કે, સમય આવે ત્યારે તમારા દરેક શબ્દનો જવાબ મળશે. મેં તમારા કોઈ નેતાને ગાળો નથી આપી. હું મારી ભાષા કેમ ખરાબ કરું?

આગળ હરભજન સિંહે જે લખ્યું, એણે આમ આદમી પાર્ટીના ઈમાનદારીના દાવા પર મોટો સવાલ ઊભો કર્યો છે. ભજ્જીએ સીધા જ AAPના ટિકિટ વિતરણ અને પંજાબ સરકારના કામકાજને ભ્રષ્ટાચારથી જોડીને લખ્યું કે, મને ગદ્દાર કહેતા પહેલા તમારા જ લોકોને પૂછો કે પંજાબની રાજ્યસભાની બેઠક કેટલામાં વેચાઈ હતી. જો તેઓ ન કહે તો હું કહીશ કે કોને કેટલો ચઢાવો ગયો હતો અને કોની તરફથી ગયો હતો. પંજાબને લૂંટવા અને લાલા સુધી માલ પહોંચાડવા માટે કોને મંત્રી-સંતરી (અથવા ચોકીદાર) બનાવ્યા. પંજાબને લૂંટવામાં આવ્યો છે.

બેઠકોની સોદાબાજીઃ હરભજન સિંહે ખુલ્લો આરોપ મૂકયો કે પંજાબ કોટાની રાજ્યસભાની બેઠકો વેચાઈ હતી.

ચઢાવાનું કાચું ચિઠ્ઠું: તેમણે દાવો કર્યો કે તેમના પાસે સંપૂર્ણ માહિતી છે કે ટિકિટ માટે કોને, કેટલા અને કોની તરફથી પૈસા ગયા હતા.

લાલા સુધી ડિલિવરીઃ ભજ્જીએ આરોપ મૂકયો કે પંજાબને લૂંટીને આખો માલ લાલા (નેતૃત્વના નજીકના લોકો) સુધી પહોંચાડવામાં આવ્યો.

મંત્રીઓની નિમણૂક પર સવાલઃ પંજાબ કેબિનેટમાં મંત્રીઓ અને સંતરીઓની નિમણૂક પણ ભ્રષ્ટાચાર અને લેણ-દેણના આધારે થઈ હોવાનું જણાવ્યું.

રાજીનામા પર ચુપ્પીઃ AAP કાર્યકરે રાજ્યસભાની બેઠક ન છોડવા અને ગદ્દારીના આરોપો પર ભજ્જીએ પોતાની ભાષા ખરાબ ન કરવાની વાત કહીને કડક વલણ દાખવ્યું

(9:54 AM IST)