News of Tuesday, 22nd September 2026
આઈસીસી બોર્ડના અધ્યક્ષ જય શાહનો આજે જન્મદિવસ
ગુજરાતથી વૈશ્વિક ક્રિકેટના સર્વોચ્ચ વહીવટી પદ સુધીની સફર ૨૦૦૯માં ક્રિકેટ વહીવટમાં પ્રથમ પગલું, ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં મહત્વની ભૂમિકા,૨૦૧૯માં બન્યા બીસીસીઆઈના સૌથી યુવા માનદ સચિવ, આઈપીએલ મીડિયા રાઈટ્સનો અ ધ ધ રૂ.૪૮,૩૯૦ કરોડ અભૂતપૂર્વ સોદો, એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ, ICC સાથે સીધી જોડાણની શરૂઆત, ૨૦૨૪: ICCના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટણી, ૧ ડિસેમ્બર ૨૦૨૪ : વિશ્વ ક્રિકેટના ચેરમેન બન્યા

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ જયભાઈ શાહની ગુજરાતથી વૈશ્વિક ક્રિકેટ ના સર્વોચ્ચ વહીવટી પદ સુધી ની સફર આઈસીસીના ચેરમેન તરીકે વિશ્વ ક્રિકેટની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા, અને હાલ આઈસીસીના ચેરમેન તરીકે કાર્યરત જય શાહે ગુજરાત ક્રિકેટ એસોસિએશન થી શરૂ કરેલી સફર બીસીસીઆઈ, એશિયન ક્રિકેટ કાઉન્સિલ અને હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સર્વોચ્ચ વહીવટી સ્તર સુધી પહોંચાડી છે.
જયશાહનો જન્મ ૨૨ સપ્ટેમ્બર ૧૯૮૮ ના રોજ અમદાવાદ, ગુજરાત માં થયો હતો, તેઓ અમિત ભાઈ શાહ અને સોનલ શાહ ના પુત્ર છે ,( તેમના પિતા અમિત ભાઈ કેન્દ્રીય ગૃહમંત્રી છે)જય ભાઈ એ નિરમા યુનિવર્સિટી, ગુજરાતમાં થી બેચલર ઓફ ટેક્રોલોજી ( બી.ટેક ) થયા છે, જય ભાઈ ભારતીય ક્રિકેટ ના વહીવટી ક્ષેત્ર માં છેલ્લા દોઢ દાયકામાં ઝડપથી આગળ વધેલા ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર છે, આઈસીસી મુજબ તેમની ક્રિકેટ વહીવટ ની સફર ૨૦૦૯ માં ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ, અમદાવાદ ના સ્તરેથી શરૂ થઈ હતી.
જય શાહ ની કારકિર્દી ની સફર જોઈએ તો,૨૦૦૯ માં ક્રિકેટ વહીવટમાં પ્રથમ પગલું, તેઓ ગુજરાતમાં જિલ્લા અને રાજ્ય સ્તરે ક્રિકેટ વહીવટ સાથે જોડાયા, આઈસીસીના સત્તાવાર જીવનચરિત્ર મુજબ તેમણે ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે ગ્રાસ રૂટ સ્તરેથી કામ શરૂ કર્યું અને ધીમે ધીમે સંગઠનની મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી. આ સમયગાળા માં તેમનું કામ માત્ર મેચો નું આયોજન પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ ક્રિકેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંગઠનાત્મક વિકાસ સાથે પણ જોડાયેલું હતું.
૨૦૧૩ માં જય શાહ ગુજરાત ક્રિકેટ એસોસિએશન ના જોઈન્ટ સેક્રેટરી બન્યા, આ સમયગાળામાં અમદાવાદના જૂના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમના મોટા પાયે પુનઃનિર્માણની પ્રક્રિયા આગળ વધી, આઈસીસી અને બીસીસીઆઈ બંનેના સત્તાવાર વર્ણનોમાં જય શાહની ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથેની કામગીરી અને અમદાવાદના વિશાળ ક્રિકેટ સ્ટેડિયમના વિકાસનો ઉલ્લેખ છે , આ જ સ્ટેડિયમ આગળ જઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાયું અને આઈસીસી મુજબ વિશ્વ નું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બન્યું.
બીસીસીઆઈના સૌથી યુવા માનદ સચિવ જય શાહની કારકિર્દીનો મોટો વળાંક ૨૦૧૯ માં આવ્યો, ઓક્ટોબર ૨૦૧૯ માં તેઓ બીસીસીઆઈ ના માનદ સચિવ તરીકે ચૂંટાયા, આઈસીસી મુજબ તેઓ આ પદ સંભાળનાર સૌથી યુવા બીસીસીઆઈના માનદ સચિવ બન્યા હતા , બીસીસીઆઈ માં તેમની કામગીરી દરમિયાન ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા અનેક મોટા નિર્ણયો અને પ્રોજેક્ટ્સ આગળ વધ્યા.
બીસીસીઆઈ કાર્યકાળ દરમિયાન સૌથી મહત્વપૂર્ણ વ્યાવસાયિક ઘટના ઓ માં ની એક હતી આઈપીએલ મીડિયા રાઈટ્સ, બીસીસીઆઈ ના સત્તાવાર નિવેદન અનુસાર પાંચ વર્ષ માટે આઈપીએલ મીડિયા રાઈટ્સ રૂ.૪૮,૩૯૦ કરોડમાં વેચાયા હતા, આઈસીસી પણ આ ડીલ ને ભારતીય ક્રિકેટ વહીવટ દરમિયાન થયેલી મોટી સિદ્ધિઓમાં ગણાવે છે અને જણાવે છે કે પ્રતિ મેચ મૂલ્યના આધારે આઈપીએલ વિશ્વની સૌથી મૂલ્યવાન સ્પોર્ટ્સ લીગમાંની એક બની.
જય શાહના બીસીસીઆઈ કાર્યકાળ દરમિયાન વિમેન્સ પ્રીમિયર લીગ ની શરૂઆત થઈ, આઈસીસી પોતાના સત્તાવાર પ્રોફાઇલમાં વિમેન્સ પ્રીમિયર લીગની રચનાને તેમની કામગીરી ની મહત્વપૂર્ણ બાબતો માં સ્થાન આપે છે, આઈસીસી તેને વિશ્વની સૌથી મોટી મહિલા ક્રિકેટ લીગ તરીકે વર્ણવે છે, આ સાથે ભારતીય ક્રિકેટમાં મહિલા ખેલાડી ઓ માટે વ્યાવસાયિક ક્રિકેટ નું વધુ મોટું પ્લેટફોર્મ ઊભું થયું.
બીસીસીઆઈ હેઠળ જય શાહના કાર્યકાળ દરમિયાન ભારતીય ક્રિકેટમાં પુરુષ અને મહિલા ક્રિકેટરો માટે સમાન મેચ ફી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો , આઈસીસી પોતાના સત્તાવાર પ્રોફાઇલ માં આને જય શાહના કાર્યકાળની મુખ્ય પહેલોમાં સામેલ કરે છે, ત્યાર બાદ આઈસીસી સ્તરે પણ પુરુષ અને મહિલા ક્રિકેટ માટે સમાન ઈનામની દિશામાં પગલાં લેવાયા. ટેસ્ટ ક્રિકેટ માટે પ્રોત્સાહન યોજના ટી ૨૦ ક્રિકેટ ની લોકપ્રિયતા વચ્ચે ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહન આપવાના હેતુ થી બીસીસીઆઈએ ટેસ્ટ ક્રિકેટ ઇન્સેટિવ સ્કીમ શરૂ કરી , આઈસીસી મુજબ આ યોજના ભારતીય ટેસ્ટ ક્રિકેટ ને પ્રોત્સાહન આપવાની મહત્વપૂર્ણ પહેલોમાંની એક હતી , આઈસીસી ચેરમેન બન્યા બાદ પણ જય શાહે ટેસ્ટ ક્રિકેટ ને મહત્વ આપવાની વાત જાહેરમાં કરી છે.
૨૦૨૦માં કોવીડ -૧૯ મહામારી દરમિયાન ક્રિકેટ સહિત સમગ્ર રમત જગત માટે મુશ્કેલી ઊભી થઈ હતી, બીસીસીઆઈ એ તે વર્ષે આઈપીએલ નુ આયોજન બાયો- સિક્યોર વાતાવરણ યુએઈ માં કર્યું હતું, આઈસીસી પોતાના જય શાહના પ્રોફાઇલ માં તેને લોક ડાઉન પછી યોજાયેલી પ્રથમ મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટ્સ માં ની એક તરીકે દર્શાવે છે. જય શાહની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વહીવટ માં આગળ વધતી સફરમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) પણ મહત્વપૂર્ણ પડાવ હતો.
૨૦૨૧માં તેઓ એશિયન ક્રિકેટ કાઉન્સીલના અધ્યક્ષ બન્યા , બીસીસીઆઈના સત્તાવાર રેકોર્ડ મુજબ તે સમયે તેઓ માત્ર ૩૨ વર્ષ ની ઉંમરે એશિયન ક્રિકેટ કાઉન્સિલ ના સૌથી યુવા પ્રમુખ બન્યા હતા. એશિયન ક્રિકેટ કાઉન્સિલમાં તેમણે એશિયાના વિવિધ ક્રિકેટ રમતા દેશોમાં ક્રિકેટના વિકાસ, ટૂર્નામેન્ટ્સ અને યુવા તથા મહિલા ક્રિકેટ ને આગળ વધારવા પર ભાર મૂક્યો હતો.
૨૦૨૨ માં જય શાહ આઈસીસીના બોર્ડ માં ભારત ના પ્રતિનિધિ તરીકે જોડાયા, આ ઉપરાંત તેઓ આઈસીસીની ફાઈનાન્સ એન્ડ કોમર્શિયલ અફેર્સ કમિટીના ચેરમેન પણ રહ્યા , આઈસીસી મુજબ આ જવાબદારી થી તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નાણાકીય અને વ્યાવસાયિક નિર્ણયો સાથે સીધી રીતે કામ કરવાની તક મળી.
૨૭ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ આઈસીસી એ જાહેરાત કરી કે જય શાહ ને આઈસીસી ના ‘‘સ્વતંત્ર અધ્યક્ષ'' તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે , તે સમયે તેઓ એકમાત્ર ઉમેદવાર હતા , તત્કાલીન આઈસીસી ચેરમેન ગ્રેગ બાર્કલે એ ત્રીજી ટર્મ માટે ઉમેદવારી ન કરવાનો નિર્ણય લીધો હતો, આ રીતે જય શાહે ગ્રેગ બાર્કલે નું સ્થાન લીધું.
૧ ડિસેમ્બર ૨૦૨૪ થી જય શાહે સત્તાવાર રીતે આઈસીસી ચેરમેન તરીકે કાર્યભાર સંભાળ્યો આઈસીસીના ઇતિહાસમાં તેઓ ચોથા આઈસીસી ચેરમેન છે તેમના પહેલાં એન. શ્રીનિવાસન, શશાંક મનોહર અને ગ્રેગ બાર્કલે આ પદ પર રહ્યા હતા , ૨૦૨૪માં પદ સંભાળતી વખતે તેમની ઉંમર માત્ર ૩૫ વર્ષ હતી અને તેઓ આઈસીસીના સૌથી યુવા ચેરમેન બન્યા હતા.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
