News of Thursday, 14th May 2026
ગુજરાતમાં ૧૦% પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટે તો દૈનિક ૨૪ હજાર ડોલરની બચત થાય
૨.૫ કરોડ વાહનો દૈનિક સરેરાશ ૨૩૨ કરોડનું ઈંધણ વાપરે છે! : માત્ર મહિનાની કરકસરથી વિદેશી હૂંડિયામણમાં ૭.૨૧ મિલીયન US ડોલરની બચત શક્ય

નવી દિલ્હી,તા.૧૪: ગુજરાતમાં દૈનિક સરેરાશ ૮૨ લાખ લિટર પેટ્રોલ અને ૧.૬૬ કરોડ લિટર ડીઝલનો વપરાશ છે. અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં વધતી કિમતો અને અછત વચ્ચે ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે. આવી પરિસ્થિતિની અસર દેશના વિદેશી હૂંડિયામણ તેમજ અર્થતંત્ર પર થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પછી જો ગુજરાતમાં ૧૦% પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટે તો રોજના ૨૪ હજાર અમેરિકન ડોલર અને એક જ મહિનામાં ૭.૨૧ મિલિયન ડોલરની બચત થઈ શકે તેમ માત્ર વિદેશી હૂંડિયામણ જ નહીં. પરંતુ ખાનગી કાર સહિત વાહનોનો કરકસરભર્યો ઉપયોગ થાય તો નાગરિકોના ખિસ્સામાં પણ મહિને રૂ. ૯૯૯ કરોડની બચત થઈ શકે એમ છે. યુદ્ધને કારણે શ્લ્ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય સાવ તળિયે પહોંચ્યું છે. બુધવારે બપોરે ૧ શ્લ્ ડોલર સામે ભારતીય રૂપિયો ૯૫.૬૭ની સપાટીએ રહ્યો છે. આયાત થતા પેટ્રોલ અને ડીઝલ પેટે ભારતીય કંપનીઓએ ડોલરમાં ચુકવણી કરવાની હોય છે. આથી વધતા ભાવ અને તૂટતો રૂપિયો ભારતના અર્થતંત્ર પર નકારાત્મક પ્રભાવ સર્જી રહ્યો છે. આ કારણે જ ખાનગી વાહનોને બદલે જાહેર પરિવહન વ્યવસ્થાના ઉપયોગ પર સરકાર દ્વારા ભાર મૂકવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં પેટ્રોલ સંચાલિત ૨.૦૯ કરોડ અને ડીઝલ આધારિત ૪૧.૮૦ લાખ વાહનો મળીને કુલ ૨.૫૦ કરોડથી વધારે વાહનો છે. જેમાં દૈનિક સરેરાશ ૮૨ લાખ લિટર પેટ્રોલ અને ૧.૬૬ કરોડ લિટર ડીઝલનો વપરાશ થાય છે, જેના માટે દૈનિક રૂપિયા ૨૩૨ કરોડથી વધારે ખર્ચ થઈ રહ્યો છે. આથી, જો ૧૦ ટકા બચત થાય તો દૈનિક રૂ. ૨૩ કરોડ એટલે કે અંદાજે ૨૪ હજાર US ડોલરની બચત શક્ય છે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
