News of Thursday, 29th October 2026
અંગ્રેજી સારું નહીં હોય તો ન્યૂઝીલેન્ડના સ્ટુડન્ટ વિઝા મળવામાં તકલીફ પડી શકે
ન્યૂઝીલેન્ડ સરકારે સ્ટુડન્ટ વિઝાનાં નિયમોમાં ચાર ફેરફાર કર્યા : ફેરફારોની અસર કામ કરવાનાં અધિકારો, અંગ્રેજીનું મૂલ્યાંકન, વિઝા પ્રોસેસિંગ, કોર્સ પૂર્ણ કર્યા પછી મળનારા સમય પર થશે : માસ્ટર્સ બાય રિસર્ચ કરનારા સ્ટુડન્ટ સપ્તાહમાં ૨૫ કલાક કરી શકશે અને રજાઓ દરમિયાન ફુલ ટાઈમ જોબ કરી શકશે

નવી દિલ્હી તા.૨૯: ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરી રહેલ અથવા ત્યાં એડમિશન લેવાનું આયોજન કરી રહેલ વિદ્યાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ સમાચાર છે. ન્યુઝીલેન્ડમાં હવે અંગ્રેજી સારુ હશે તો જ સ્ટુડન્ટ વિઝા મળશે. આ સાથે જ ભણવાની સાથે નોકરી કરવાનાં નિયમમાં પણ ફેરફાર થયો છે. ન્યૂઝીલેન્ડે સ્ટુડન્ટ વિઝાનાં નિયમોમાં ચાર ફેરફાર કર્યા છે.
આ ફેરફારોની અસર ભારતીયો રહિત વિદેશી વિદ્યાર્થીઓનાં કામ કરવાનાં અધિકારો, અંગ્રેજી ભાષાનું મૂલ્યાંકન, વિષ્ણુ મોએસિગ સમય પર પૂર્ણ કર્યા પછી ચાર ફેરફારોમાંથી ત્રણ ફેરફારનો ઉદ્દેશ સ્ટુડન્ટ વિઝાની વિશ્વસનીયતાને સુરક્ષિત કરવાનો છે. જ્યારે ચોથો ફેરફાર વિદ્યાર્થીઓને પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી આગામી નિર્ણય લેવા માટે વધુ સમય આપે છે. રિસર્ચ આધારિત માસ્ટર્સ એટલે કે માસ્ટર્સ બાય રિસર્ચ સ્ટુડન્ટ્સની પાસે હવે અભ્યાસ દરમિયાન કામ કરવાનાં અમર્યાદિત અધિકાર રહેશે નહીં.
કોઇ વિદ્યાર્થીને સ્ટુડન્ટ વિઝા આપવો કે નહીં હવે તે અંગેનો નિર્ણય લેવા માટે સ્ટુડન્ટ વિઝાની એક્સપાયરીથી પહેલાનો સમય એક મહિનાથી વધારી બે મહિના કરવામાં આવશે. અંગ્રેજીમાં તેનું જ્ઞાન ચકાસવામાં આવશે.
જ્યારે કોઈયુનિવર્સિટી દ્વારાનિયમોનું આવ્યાની તપાસ ચાલી પાલન ન કરવામાં આવ્યાની તપાસ ચાલી રહી હોય ત્યારે સ્ટુડન્ટ વિઝા પ્રોસેસ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.
કેટલાક કેસોમાં કોર્સ પૂર્ણ થયા પછી ફેરફાર કરવામાં આવેલા નિયમ અનુસાર માસ્ટર્સ બાય રિસર્ચ કરનારા સ્ટુડન્ટ માટે કામ કરવાની શરતો અન્ય માસ્ટર્સ સ્ટુડન્ટ જેવી જ હશે. તે સપ્તાહમાં ૨૫ કલાક કામ કરી શકે છે અને રજાઓ દરમિયાન ફુલ ટાઈમ જોબ કરી શકે છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
