News of Saturday, 10th October 2026
જો હું સરપંચ બનીશ તો ગામના તમામ કુંવારાના લગ્ન કરાવીશ
મહિલા ઉમેદવારે અનોખો વાયદો કર્યોઃ પોતાના ચૂંટણી ઘોષણાપત્રમાં કરેલા બે મુખ્ય વાયદામાં બીજો વાયદો સૌથી વધારે વાયરલ અને ચર્ચિત થઈ રહ્યો છે

ઝુંઝુનૂં તા.૧૦: રાજસ્થાનમાં આગામી પંચાયતી રાજ અને સરપંચ ચૂંટણીના ધમધમાટ વચ્ચે એક ખૂબ જ ચોંકાવનારો અને રસપ્રદ મામલો સામે આવ્યો છે. જિલ્લાના નવલગઢ ઉપખંડ અંતર્ગત આવતા ઝાઝડ ગામની રહેવાસી એક યુવતી અનિતા સૈનીનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં અનિતા સૈની સરપંચની ચૂંટણી લડવાની જાહેરાત કરી રહી છે અને ગામના લોકો પાસેથી મતની સાથે સાથે વિકાસ સાથે જોડાયેલા બે અનોખા વાયદા પણ કરે છે, જે ચર્ચાનો વિષય બન્યા છે.
અનિતા સૈની દ્વારા પોતાના ચૂંટણી ઘોષણાપત્રમાં કરેલા બે મુખ્ય વાયદામાં બીજો વાયદો સૌથી વધારે વાયરલ અને ચર્ચિત થઈ રહ્યો છે. તેણે સાર્વજાનિક રીતે આ ગેરંટી લીધી છે કે જો ગામના લોકો તેને સરપંચ બનાવશે તો તે ઝાઝડ ગામના તમામ કુંવારા છોકરાના લગ્ન કરવાની જવાબદારી ખુદ ઉઠાવશે. વીડિયોમાં અનિતા ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કહે છે કે ગામના યુવાનોને ઘર વસાવવા માટે જો તેમને બીજા ગામ, પાડોશી રાજ્ય અથવા બિહાર સુધી જવું પડે તો પણ તે પાછી નહીં પડે. ગ્રામીણ વિસ્તારમાં રોજગાર અને અન્ય કારણોથી લગ્ન નથી થઈ શકતા, આ એક મોટી સામાજિક સમસ્યા બનતી જાય છે. આવા સમયે અનિતા સૈનીનો આ અનોખો વાયદો સીધો યુવાનો અને તેમના પરિવારને આકર્ષિત કરી રહ્યો છે.
લગ્ન કરાવવાના આ મનોરંજક અને અનોખા વાયદા ઉપરાંત અનિતા સૈનીએ ગામની મૂળભૂત સુવિધાઓ અને સ્વાસ્થ્ય વ્યવસ્થાને લઈને પણ એક ખૂબ જ ગંભીર વાયદો કર્યો છે. તેણે કહ્યું કે, ગામનો સામાન્ય વિકાસ તો કોઈ પણ સરપંચ કરાવી શકશે, પણ તેમની મુખ્ય પ્રાથમિકતા ગામમાં ૨૪ કલાક ઈમરજન્સી એમ્બ્યુલન્સ અથવા ત્વરિત વાહન ન મળવાના કારણે કેટલાય દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અનિતાનું માનવું છે કે ૨૪ કલાક એમ્બ્યુલન્સની સુવિધા મળવાથી ગામમાં કોઈ પણ નાગરિકને સારવારના અભાવે હેરાન થવું પડશે નહીં. આ વાયદાના ગામના લોકો અને મહિલાઓ ખૂબ વખાણ કરી રહી છે.
અનિતા સૈનીએ પોતાના વીડિયોમાં જણાવ્યું છે કે તેણે થોડા સમય પહેલા સરપંચ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ વીડિયો પર ગામના લોકો અને શુભચિંતકોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. આ જનસમર્થનને જોતા હવે ઝાઝડ ગામના લોકોને અપીલ કરી રહ્યા છે કે આ વીડિયો મેસેજને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો. સંબંધીઓને પણ આ વીડિયો શેર કરવા માટે કહી રહ્યા છે. તેઓ ગામના લોકોને એક મોકો આપીને સરપંચ બનાવવા માટે કહી રહ્યા છે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
