News of Monday, 24th August 2026
પ્રેમની કદર ન હોય તો સંબંધનો શું અર્થ આપઘાત કેસમાં માતાનો જૂનો વીડિયો વાયરલ
મોબાઈલના કારણે પરિવારના મોતના કિસ્સામાં નવો ફણગો : છ વર્ષ પહેલાં એક પુત્રના મોત બાદ પતિથી અલગ રહેતી હતીઃ વીડિયોમાં નણંદ દ્વારા પરિવાર તોડવાના એક પ્રયાસનો ઉલ્લેખ

મુંબઇ તા.૨૪: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના વાળુંજ ટેકરી પરથી એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોતની કરુણ ઘટનાના એક દિવસ પહેલાં માતા સંગીતા ચાંદગૂડેએ સંબંધો અને પ્રેમના મૃત્યુ મૂલ્ય અંગે વીડિયો પોસ્ટ કરેલા વીડિયો હવે ચર્ચામાં આવ્યા છે. ૧૮ વષીય કુણાલ ચાંદગૂડે, તેના ૪૮ વષીય પિતા મુરબીયર અને માતા સંગીતા શુક્રવારે ટેકરી પરથી ઊંડી ખીણમાં પડી જતાં મૃત્યુ પામ્યા હતા.
વિગત મુજબ, ગુરુવારે, સંગીતાએ યુટ્યુબ પર સંબંધોમાં પરસ્પર પ્રેમ અને સન્માનના મહત્વ અંગે એક મિનિટનો વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે જે વ્યક્તિ પ્રેમની કદર નથી કરતી,તેના માટે કંઈ કરવાનો કોઈ અર્થ નથી. જો કોઈ વ્યક્તિ તમારી કિમત નથી કરતી, તમારા પ્રેમની કિમત નથી રાખતી, અથવા તમે તેમના માટે જે કરો છો તેની કિમત નથી રાખતી, તો આવી વ્યક્તિ માટે કંઈ કરવાનો કોઈ અર્થ નથી.
છ વર્ષ પહેલાં બીમારીને કારણે મોટા દીકરાના મૃત્યુ પછી પતિથી અલગ રહેતા સંગીતાએ વીડિયોમાં વધુમાં જણાવ્યું હતું કે રોટલી બંને બાજુથી રાંધવામાં આવે ત્યારે જ તેનો સ્વાદ સારો લાગે છે. સંબંધોમાં પણ એવું જ છે. જો બંને બાજુથી વાત ચાલી રહી હોય, જો બંને તેને મહત્વ આપતા હોય, તો આવા જ સંબંધમાં રહો. નહિતર, જો એક વ્યક્તિ તેને મહત્વ આપી રહી હોય અને બીજી વ્યક્તિ ન આપતી હોય, તો આવા સંબંધનો કોઈ અર્થ નથી. આવા સંબંધમાંથી બહાર નીકળવું હંમેશા સારું છે.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
