News of Wednesday, 23rd September 2026
દુઃખનો સ્વીકાર કરો તો તે હળવું થઇ જશેઃ માં ધ્યાન આભા
કાલથી ઓશો વાટિકામાં ત્રિદિવસીય શિબિરઃ માં ધ્યાન આભા ‘અકિલા'ની મુલાકાતેઃ સૂફી એટલે સાફ દિલના લોકોઃ ઓશોએ સૂફી ટેકનિક્સ ખૂબ સરળ બનાવીને પીરસીઃ શિબિરમાં રુમિ ટેકનિક, સાબિયા તથા મન્સુર ટેકનિકના પ્રયોગો થશેઃ ઓશોના નામે ચાલતા AI ક્રિએટ વીડિયો દુઃખદ

‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ઓશો સન્યાસિની માં ધ્યાન આભાજી તથા સ્વામી સત્ય પ્રકાશજી અને સંજય સ્વામીજી, માં રસીલીજી નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
ઓશો વાટિકા, વાગુદડ ખાતે માં ધ્યાન આભાજીના સાનિધ્યમાં ‘‘હીલિંગ ઓફ હાર્ટ'' શિબિરનો પ્રારંભ થશે. માં ધ્યાન આભાજી આજે ‘‘અકિલા''ની મુલાકાતે આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, જીવનમાં આવતા દુઃખ અને પડકારોથી ભાગવાને બદલે જો તેનો સહજતાથી સ્વીકાર કરવામાં આવે, તો દુઃખનો ભાર આપોઆપ હળવો થઈ જાય છે. મનુષ્ય જ્યારે પોતાના મનની સ્થિતિ અને પરિસ્થિતિ સામે લડવાને બદલે તેને સ્વીકારી લે છે, ત્યારે અંતરંગ શાંતિ અને સંતોષની અનુભૂતિ થાય છે. આ વિચાર અને આધ્યાત્મિક માર્ગદર્શન માં ધ્યાન આભાએ પોતાની ખાસ મુલાકાત દરમિયાન વ્યક્ત કર્યા હતા.
આવતીકાલથી ઓશો વાટિકા ખાતે ત્રિદિવસીય ખાસ ધ્યાનાત્મક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે માં ધ્યાન આભાએ ‘‘અકિલા'' કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને શિબિરના ઉદ્દેશ્યો તથા ધ્યાન વિષે ઊંડાણપૂર્વક વાતચીત કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે સૂફી પરંપરા અને ઓશોના વિચારો પર ખાસ પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે સૂફી એટલે શુદ્ધ અને સાફ દિલના લોકો. સૂફી માર્ગ એ માત્ર પ્રેમ, સમર્પણ અને પવિત્રતાનો માર્ગ છે. ઓશોએ આ ગહન અને પ્રાચીન સૂફી ટેકનિક્સને અત્યંત સરળ, આધુનિક અને સામાન્ય માનવી સમજી શકે તેવી ભાષામાં પીરસી છે. ઓશોના આ સુગમ માર્ગદર્શનને કારણે જ આજે લાખો સાધકો આત્મખોજ તરફ આગળ વધી રહ્યા છે. આ ત્રિદિવસીય શિબિર દરમિયાન સાધકો માટે વિવિધ પ્રાચીન અને પ્રભાવશાળી ધ્યાનની પદ્ધતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને મહાન સૂફી સંત રુમિની ટેકનિક, સાબિયા પદ્ધતિ તથા મન્સુર ટેકનિકના વિવિધ પ્રયોગો કરાવવામાં આવશે. આ પ્રયોગો સાધકના મન, શરીર અને આત્માને એકતાના સૂત્રમાં બાંધવા માટે અત્યંત મદદરૂપ સાબિત થશે.
તેમણે વર્તમાન સમયમાં ટેકનોલોજીના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આજકાલ સોશિયલ મીડિયા પર ઓશોના નામે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવતા વિડીયો અત્યંત દુઃખદ અને ગેરમાર્ગે દોરનારા છે. ઓશોના મૂળ વિચારો અને તેમની ઊંડી ચેતનાને આવા કળત્રિમ માધ્યમોથી કયારેય રજૂ કરી શકાય નહીં. સાધકોએ આવા ક્રિએટ વીડિયોથી સાવધ રહેવું જોઈએ અને ઓશોના સાચા સાહિત્ય તથા વાણી સાથે જ જોડાયેલા રહેવું જોઈએ.
માં ધ્યાન આભાનો પરિચય
મા ધ્યાન આભા ધ્યાન, સૂફી સાધના અને વિવિધ ઓશો મેડિટેટિવ થેરાપીઓના સંચાલક તરીકે કાર્યરત એક પ્રમુખ સાધિકા છે. આધ્યાત્મિક સફરની શરૂઆત બાળપણથી થઇ હતી.માં ધ્યાન આભાએ નાની ઉંમરે ઓશો સન્યાસની દીક્ષા મેળવી હતી. નાનપણથી જ તેઓ ધ્યાનની વિવિધ શિબિરો અને સાધના પદ્ધતિઓ સાથે જોડાયેલા રહ્યા છે.
તેમણે લેટ સ્વામી આનંદ વૈરાગ્યના માર્ગદર્શન હેઠળ ધ્યાનની બારીકાઈઓ શીખી હતી. આ ઉપરાંત, તેઓ શાષાીય નળત્ય અને સંગીતની તાલીમ પણ મેળવી ચૂકયા છે, જેનો ઉપયોગ તેઓ ધ્યાન સત્રો અને સંગીતમય સાધનામાં કરે છે. તેઓ ધ્યાન શિબિરોનું સંચાલન કરે છે. તેઓ ભારતના વિવિધ ઓશો કેન્દ્રો જેમ કે સોલન સ્થિત ‘‘ઓશો સંઝેન'' અને ગુજરાત/રાજકોટના ઓશો કેન્દ્રો ખાતે સૂફી ધ્યાન, ભક્તિ સત્રો, સાઇલન્ટ રિટ્રીટ મૌન શિબિર તેમજ વિજ્ઞાન ભૈરવ તંત્ર આધારિત ધ્યાન કાર્યક્રમોનું સંચાલન કરે છે. મુખ્ય પ્રદાનમાં તેઓ વિવિધ દિવોશનલ અને મેડિટેટિવ પદ્ધતિઓ દ્વારા લોકોને આંતરિક જાગળતિ, પ્રેમ અને મનની શાંતિ તરફ દોરી જવાનું કાર્ય કરી રહ્યા છે.ઓશો સન્યાસિની માં ધ્યાન આભા દ્વારા આયોજિત થતી આધ્યાત્મિક શિબિરોમાં સૂફી સાધનાના વિવિધ પાસાઓને ધ્યાનની શૈલીમાં સાધકો સમક્ષ મૂકવામાં આવે છે. આ શિબિરોમાં મુખ્યત્વે જલાલુદ્દીન રૂમી, રાબિયા અને મન્સૂર જેવા મહાન સૂફી સંતોના આધ્યાત્મિક અનુભવો અને તેમની સાધના પદ્ધતિઓનો સુંદર સમન્વય જોવા મળે છે. રૂમી અને સૂફી ટેકનિક હેઠળ મૌન તેમજ ધ્વનિનો સમન્વય સાધીને હૃદયના કેન્દ્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ પદ્ધતિમાં ઝિક્ર અને વાઇબ્રેશન દ્વારા સાધકને મનના વિચારોથી મુક્ત કરીને આંતરિક શૂન્યતા તરફ લઈ જવાનો પ્રયાસ થાય છે. આ ઉપરાંત, સૂફી ર્વ્હલિંગ એટલે કે પોતાના અક્ષ પર સતત ગોળ ઘૂમીને કરવામાં આવતા ચક્રાકાર નળત્ય દ્વારા શરીર સ્થિરતા અને મન શૂન્યતા અનુભવે છે, જેનાથી ભૌતિક અહંકાર ઓગળી જાય છે. બીજી તરફ, સૂફી પરંપરામાં પરમ પ્રેમ અને નિષ્કામ ભક્તિના પ્રતીક સમાન મા રાબિયા અલ-અદવિયાના જીવન દર્શનને આધારે શરણાંતિ અને અહંકારમુક્ત પ્રેમની ક્ષણોનો અનુભવ કરાવવામાં આવે છે. આ સત્રો દ્વારા સાધકો હૃદયના ભાવથી પરમાત્મા સાથે જોડાઈ શકે છે. તેમજ, ‘‘અનલ-હક'' એટલે કે હું જ સત્ય કે બ્રહ્મ છું નો નાદ કરનાર સૂફી સાધક મન્સૂર અલ-હલ્લાજની સાધના પદ્ધતિ દ્વારા સાધકને પોતાના અસ્તિત્વના મૂળ સત્યને ઓળખવાની પ્રેરણા મળે છે. આ તમામ પ્રક્રિયાઓમાં સંગીત, તાલ, શાષાીય નળત્ય અને ભાવપૂર્ણ કીર્તનનો ઉપયોગ કરીને સાધકને ઊંડા ધ્યાન, ભયમુક્ત જાગળતિ અને પરમ આનંદની સ્થિતિ તરફ દોરી જવામાં આવે છે.(૨.૧૪)
ઓશો સુફી સમાં ‘હિલીંગ ઓફ હાર્ટ' શિબિર
શિબિરના સંચાલક માં ધ્યાન આભા : ર૪મીથી ચાર દિવસીય આયોજન
રાજકોટ : સાધનામા આગળ વધવા માટે હૃદયની શુદ્ધતાનું ઘણું મહત્વ છે. સુફી પદ્ધતિ દ્વારા સાધક સરળતાથી હૃદયની શુદ્ધતા તરફ થઇ શકે છે. ઓશો સુફીસમાં ધ્યાન શિબિરનું આયોજન ઓશો વાટીકા, કાલાવડ રોડ, રાજકોટ ખાતે તા. ર૪ના સાંજે ૬ વાગ્યાથી તા. ર૭ના બપોરે ૩ વાગ્યા સુધી થયેલ છે. શિબિરના સંચાલક : માં ધ્યાન આભા રહેશે. જેઓ નાની ઉંમરેઓશોના હાથે સન્યાસ લઇને ઓશોએ આપેલ સુફી પદ્ધતિઓ અને સુફી જગતનો અનુભવ કરી ઓશોની અનેક વિધિઓ દ્વારા ઓશો ધ્યાન શિબિરો ઓશોને સમર્પણ કરે છે. તેમજ ઓશો SANZEN મેડીટેશન સેન્ટર, કોટલા, સોલન, હિમાચલ પ્રદેશમાં ચલાવી રહ્યાનું જણાવાયું છે. ઓશો સુફીસમાં શિબિરમાં જોડાવા ઇચ્છતા સાધકોએ મો. ૯૯૭૮૪૮૦૮ર૯, ૯૮રપરર૧પ૧૪ ઉપર સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયું છે.

(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
