<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

કાર વીમા માટે યોગ્‍ય વિકલ્‍પ પસંદ નહીં કરો તો પરિવારના અન્‍ય સભ્‍યોને સુરક્ષા કવચ નહીં મળે!!

૧૫ ડિસેમ્‍બરથી કાર ઇન્‍શ્‍યોરન્‍સના નિયમોમાં ફેરફાર : પરિવારના સભ્‍યોને કાર એક્‍સિડન્‍ટમાં વીમા કવચ મળે તે માટે અલગથી વિગતો આપવી પડશે

નવી દિલ્‍હી,તા.૧૮: હવે ઈન્‍સ્‍યોરન્‍સ રેગ્‍યુલેટરી ડેવલપમેન્‍ટ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયાએ તમામ પ્રાઈવેટ કાર અને ટુ-વ્‍હીલર માટે ‘ફોર-લેયર'-ચાર ભાગમાં વહેંચાયેલી-એક જ કાર વીમા પોલિસી ટ્ટ ફરજિયાત બનાવી છે. આ નવી સિસ્‍ટમમાં ગ્રાહકે ફોર્મમાં દરેક ભાગ માટે એટલે કે કવચ જોઈએ છે અથવા કવચ નથી જોઈતું પર અલગ અલગ ટિક કરવું પડશે. કાર વીમા પોલીસી લેનાર યોગ્‍ય વિકલ્‍પ પસંદ નહીં કરે તો અકસ્‍માતના સંજોગોમાં તેમના પરિવારના સભ્‍યોને વીમાનું વળતર મળશે જ નહીં.

પરિણામે કાર વીમો લેતી વખતે ન સમજાય તો ચાર વાર પૂછીને પોલીસીમાં ટીક માર્ક કરવાનું રહેશે. પૂછ્‍યા વિના પોલીસી ખરીદી લેવાની ઉતાવળ જોખમી સાબિત થઈ શકે છે. તમે ધારેલું વીમા કવચ ન મળે અને જરૂરિયાત ટાંકણે વીમા કવચ ન મળે તેવી પણ સંભાવના રહેલી છે.આ ફેરફાર પાછળ ૪ ઓગસ્‍ટ, ૨૦૨૬ના સુપ્રીમ કોર્ટે ‘નેશનલ ઈન્‍શ્‍યોરન્‍સ વિરુદ્ધ શ્રુંગાલા ધન લક્ષ્મી' કેસમાં આપેલો ચુકાદો જવાબદાર છે. ત્રણ દાયકા જૂના આ કેસમાં કારના માલિક ટી.રામુ પોતાની જ કારમાં મુસાફર તરીકે બેસીને મુસાફરી કરી રહ્યા હતા ત્‍યારે એક અજાણી ટ્રકે ટક્કર મારતા તેમનું મૃત્‍યુ થયું હતું. કારનો ‘કોમ્‍પ્રિહેન્‍સિવ વીમો' હોવા છતાં વીમા કંપનીએ એમ કહીને ક્‍લેમ નકારી કાઢ્‍યો હતો કે માલિકે પોતે મુસાફર તરીકે જોખમ આવરી લેવા માટે અલગથી પ્રીમિયમ ચૂકવ્‍યું ન હતું. આ કેસમાં પહેલા તેલંગાણા હાઈકોર્ટે અને ત્‍યારબાદ સુપ્રીમ કોર્ટે વીમા કંપનીની અપીલ ફગાવી દીધી હતી અને ઈન્‍સ્‍યોરન્‍સ રેગ્‍યુલેટરી ડેવલપમેન્‍ટ ઓથોરીટી ઓફ ઇન્‍ડિયાને આદેશ આપ્‍યો હતો કે ‘કોમ્‍પ્રિહેન્‍સિવ' પોલિસીમાં શું સામેલ છે અને શું નહીં તે અંગેની અસ્‍પષ્ટતા દૂર કરવા માટે ચાર સ્‍પષ્ટ ભાગમાં અલગ અલગ રજૂઆત સાથે સરળ શબ્‍દોમાં પોલીસીના નિયમો તૈયાર કરવા જણાવ્‍યું હતું. નવી પોલિસી ૪ ભાગમાં આવશે.

 હવે દરેક પોલિસીમાં નીચે મુજબના ૪ સેક્‍શન હશે, જેમાંથી માત્ર સેક્‍શન-૧ અને સેક્‍શન-૩ મોટરકારના માલિક માટે જ ફરજિયાત છે, જ્‍યારે બાકીના વિકલ્‍પો ગ્રાહકની પસંદગી પર નિર્ભર રહેશે.

પરિવારના સભ્‍યો કેમ અસુરક્ષિત રહી શકે?

વીમા નિષ્‍ણાતોના મતે ગ્રાહકોએ સેક્‍શન-૨ અને સેક્‍શન-૩ વચ્‍ચેનો તફાવત સમજવો અત્‍યંત જરૂરી છે. સેક્‍શન-૨માં પરિવાર બાકાત છે  જો તમે કાર ચલાવતા હોવ અને અકસ્‍માતમાં તમારા માતા-પિતા, જીવનસાથી (પતિ-પત્‍નિ) કે બાળકોને ઈજા થાય કે મૃત્‍યુ થાય, તો સેક્‍શન-૨ હેઠળ નક્કી થતી લીગલ લાબિલિટી હેઠળ કોઈ વળતર મળશે નહીં, કારણ કે નિયમ મુજબ નજીકના પરિવારજનોને તેમાંથી બાકાત રખાયા છે. પરિવારના સભ્‍યોની સલામતી માટે સેક્‍શન-૩ હેઠળ ‘ઓપ્‍શનલ પર્સનલ એક્‍સિડન્‍ટ કવર'નો વિકલ્‍પ અલગથી પસંદ કરવો પડશે. આ કવચ હેઠળ અકસ્‍માતમાં મૃત્‍યુ કે કાયમી અપંગતાનું વળતર અકસ્‍માતના ૬ મહિનાની અંદર પર મૂકવવામાંઆશ્વિ ફરજિયાત કવર માત્ર વાહન ચલાવતી વખતે જ નહીં, પરંતુ માલિક પોતાની કારમાં મુસાફર તરીકે બેઠો હોય કે વાહનમાં ચડતો-ઉતરતો  હોય ત્‍યારે લાઇસન્‍સ હોય અને વ્‍યક્‍તિગત નામે હોય. ફેરફારથી કુલ પ્રીમિયમમાં મોટો ઘટાડો થવાની શક્‍યતા નથી કારણ કે જૂના કવચને જ નવા સ્‍વરૂપમાં રજૂ કરાયા છે.

(10:17 AM IST)