News of Thursday, 29th October 2026
મતદારયાદીમાંથી નામ ગાયબ થાય તો ફરી નવા મતદાર બનવાનું કેમ? સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ઝાટક્યું
દિલ્હીમાં મતદારયાદીની સઘન સુધારણા પ્રક્રિયા અંગે અદાલતના આકરા સવાલો; ૩૦ ઓક્ટોબરની સમયમર્યાદા બાદ પણ અરજીઓ સ્વીકારવા સૂચના

નવી દિલ્હી:દિલ્હીની મતદારયાદીના વિશેષ સઘન સુધારણા દરમિયાન લાખો મતદારોનાં નામ પ્રારંભિક યાદીમાં નહીં દેખાતા સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ સવાલો ઉઠાવ્યા છે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્ય બાગચી અને ન્યાયમૂર્તિ વી. મોહનાની બેન્ચે પૂછ્યું કે અગાઉથી નોંધાયેલા મતદારોનાં નામ ગાયબ થાય તો તેમને નવા મતદાર માટેનું ફોર્મ-૬ ભરવાની ફરજ શા માટે પાડવામાં આવે છે?
અદાલતે ચૂંટણી પંચને ૩૦ ઓક્ટોબર પછી પણ મતદારયાદામાં નામ ઉમેરવા અને વાંધા-દાવાની અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ રાખવા જણાવ્યું છે.
લગભગ ૪૩ લાખથી વધુ મતદારોને અસર કરતી આ બાબતમાં અગાઉ નોંધાયેલા મતદારો માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા પણ અદાલતે ભાર મૂક્યો છે.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
