તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Wednesday, 18th November 2026
ગોવામાં ૨૦ નવેમ્બરથી IFFIનો પ્રારંભ, ૨૩૦થી વધુ ફિલ્મો દર્શાવાશે
ધુરંધર - બિકમિગ ઓપનિંગ ફિલ્મો; સ્પેન ‘કન્ટ્રી ઓફ ઓનર' અને રશિયા પાર્ટનર કન્ટ્રી બન્યું

પણજી તા.૧૮: ભારતના ૫૭મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ આંતરાષ્ટ્રીય મહોત્સવ (IFFI)નું આયોજન ૨૦થી ૨૮ નવેમ્બર દરમિયાન ગોવામાં થશે. સ્ટોરીઝ વિપાઉટ બોર્ડર્સ થીમ હેઠળ યોજાનારા મહોત્સવમાં ૮૬ દેશોની ૨૩૦૦થી વધુ ફિલ્મો રજૂ થશે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સોમવારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે ધુરંધર અને બિકમિગ ઓપનિંગ ફિલ્મો રહેશે. સ્પેનને કન્ટ્રી ઓફ ઓનર અને રશિયાને પાર્ટનર કન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
મહોત્સવમાં ૧૫૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય ફિલ્મો સહિત કુલ ૨૩૦થી વધુ ફિલ્મો છ સ્થળોનાં ૧૩ સ્કીન પર બતાવવામાં આવશે. ઈન્ડિયન પેનોરમાં વિભાગમાં ૨૫ ફીચર અને ૨૦ નોન-ફીચર ફિલ્મો રજૂ થશે. આ ઉપરાંત BRICS સિનેમા પર વિશેષ ધ્યાન અપાશે. મહોત્સવમાં ૫૨ મહિલા ફિલ્મ નિર્માતાઓ અને ૬૨ ડેબ્યુ ફિલ્મ મેકર્સ ભાગ લેશે.
સમાપન સમારોહ પણજી નજીક ડો. રૂચામા પ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાશે. ૨૧થી ૨૭ નવેમ્બર દરમિયાન કલા અકાદમી ખાતે ૧૪ માસ્ટરક્લાસ, વર્કશોપ અને પેનલ ચર્ચાઓ પણ યોજાશે. WAVES ફિલ્મ બજાર ફિલ્મ નિર્માતાઓ અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો માટે સહયોગ તથા વ્યાવસાયિક તકોનું મંચ પૂરું પાડશે.
૨૫ નવેમ્બરે સેવિગ્નેટિગ ધ જોય ઓફ સિનેમા' થીમ સાથે IFFI પરેડ યોજાશે. માંડવી રિવરફ્રન્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમો તથા આકાશકદીલ સ્પર્ધા પણ આકર્ષણનું કેન્દ્ર બનરો, મિરામાર, મંડાવ અને વાગતોર ખાતે ખુલ્લામાં ફિલ્મોનું પ્રદર્શન કરાશે. સ્પેશિયલ ગોવા વિભાગમાં ૩૫ એન્ટ્રીમાંથી પસંદ કરાયેલી ૧૨ ફિલ્મો રજૂ થશે, જેમાં એનસેસાઓ ઓપનિંગ ફિલ્મ રહેશે.
પ્રમોદ સાવંતના જણાવ્યા અનુસાર, મહોત્સવ માટે અત્યાર સુધી ૭,૦૦૦થી વધુ મુલાકાતીઓ નોંધાયા છે. પ્રતિનિધિઓ માટે મફત પરિવહન અને ભાળકો માટે શૈક્ષણિક તથા મનોરંજક ફિલ્મોનાં વિશેષ સ્ક્રીનિગની વ્યવસ્થા પણ કરાશે. મહોત્સવનું આયોજન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય તથા ગોવા સરકાર સંયુક્ત રીતે કરી રહ્યાં છે. એન્ટરટેઈનમેન્ટ સોસાયટી ઓફ ગોવા તેની નોડલ એજન્સી છે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
