<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

પીટ હેગસેથ સામે મહાભિયોગની કાર્યવાહી અટકી: અમેરિકાના સંરક્ષણમંત્રી પીટ હેગસેથને મહાભિયોગની કાર્યવાહીમાંથી મોટી રાજકીય રાહત મળી: અમેરિકાની સંસદમાં મંગળવારે યોજાયેલા મતદાનમાં ૨૧૧ સાંસદોએ સીધા મતદાનને બદલે મહાભિયોગના આરોપો ન્યાયિક સમિતિને મોકલવાની તરફેણ કરી: જ્યારે ૨૦૪ સાંસદોએ વિરોધ કર્યો

ઈરાન યુદ્ધ અને લશ્કરી કાર્યવાહીને લઈને રિપબ્લિકન સાંસદે આઠ આરોપ મૂક્યા છે: ટ્રમ્પના સમર્થનથી હેગસેથને મોટી રાજકીય રાહત

વોશિંગ્ટન, તા. ૧૧ : અમેરિકાની પ્રતિનિધિસભાએ સંરક્ષણમંત્રી પીટ હેગસેથ સામેના મહાભિયોગ પ્રસ્તાવને સીધા મતદાનમાં લેવાને બદલે ન્યાયિક સમિતિને મોકલવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પ સમર્થક સાંસદોના વલણથી હેગસેથ સામેની તાત્કાલિક કાર્યવાહી અટકી ગઈ છે.

 

અમેરિકાના સંરક્ષણમંત્રી પીટ હેગસેથને મહાભિયોગની કાર્યવાહીમાંથી મોટી રાજકીય રાહત મળી છે. અમેરિકાની પ્રતિનિધિસભામાં મંગળવારે યોજાયેલા મતદાનમાં ૨૧૧ સાંસદોએ મહાભિયોગના આરોપો ન્યાયિક સમિતિને મોકલવાની તરફેણ કરી હતી, જ્યારે ૨૦૪ સાંસદોએ વિરોધ કર્યો હતો.

 

કેન્ટકીના રિપબ્લિકન સાંસદ થોમસ મેસીએ હેગસેથ સામે આઠ મુદ્દાનો મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમાં ઈરાન સામેના યુદ્ધ, અમેરિકાની કેટલીક લશ્કરી કાર્યવાહીઓ અને કોંગ્રેસની મંજૂરી સંબંધિત બંધારણીય પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.

 

મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરનાર મેસી પોતાની જ પાર્ટીના વલણથી અલગ પડ્યા હતા. રિપબ્લિકન સાંસદોએ મોટાભાગે કાર્યવાહી અટકાવવાનું સમર્થન કર્યું હતું.

 

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હેગસેથને સમર્થન આપ્યું હતું. હેગસેથે પણ પોતાના ઉપરના આરોપોને રાજકીય પ્રેરિત ગણાવી લશ્કરી કામગીરીનો બચાવ કર્યો હતો.

 

જોકે મહાભિયોગના મૂળ આરોપો ઉપર અંતિમ નિર્ણય થયો નથી. પ્રસ્તાવને સમિતિમાં મોકલવાથી હાલની કાર્યવાહી વ્યવહારિક રીતે અટકી ગઈ છે. 

(9:41 AM IST)