News of Sunday, 3rd May 2026
અગત્ય ની હેડલાઈન્સ, ઊડતી નજરે....

* રશિયા: રાષ્ટ્રપતિ પુતિનનો વૈજ્ઞાનિકોને આદેશ; દુનિયાની સૌપ્રથમ 'એન્ટી-એજિંગ' વેક્સિન વિકસાવવા આપી સૂચના
* 8મું પગાર પંચ: કર્મચારી યુનિયનોએ ૩.૮૩ ફિટમેન્ટ ફેક્ટર સાથે લઘુત્તમ પગાર ૬૯,૦૦૦ રૂપિયા કરવાની કરી માંગ
* ગુજરાત કોંગ્રેસ: સ્થાનિક ચૂંટણીમાં પરાજય બાદ વિવાદ; પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના રાજીનામાની ઉઠી માંગ
* આરોગ્ય ક્ષેત્ર: ગુજરાતમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશનની મુદત ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી
* અમલીકરણ નિર્દેશાલય (ED): વિદેશી સંપત્તિઓ પર સકંજો; EDએ મોકલ્યા ૩૫૩ ક્રોસ-બોર્ડર રિક્વેસ્ટ, જપ્તીમાં ૨૩ ગણો ઉછાળો
* ઉર્જા ક્ષેત્ર: આયાત ઘટાડવા ભારતની કવાયત; કેબિનેટ ૩૭,૫૦૦ કરોડ રૂપિયાના કોલ ગેસિફિકેશન પ્રોજેક્ટને આપી શકે છે મંજૂરી
* ઈરાન સંકટ: હોર્મુઝની સામુદ્રધુની ખોલવા અને યુદ્ધનો અંત લાવવા ઈરાને વાટાઘાટો માટે આપ્યું એક મહિનાનું અલ્ટીમેટમ
* ઈથેનોલ નિકાસ: ભારત અને નેપાળ વચ્ચે મંત્રણા; SAARC દેશોમાં પણ ઈથેનોલ મોકલવા માટેની શક્યતાઓ તપાસતું ભારત
* લક્ષદ્વીપ પ્રવાસન: પ્રવાસીઓ માટે મોટા સમાચાર; લોકલ સ્પોન્સર અને પોલીસ ક્લિયરન્સ (PCC) ની અનિવાર્યતા કરાઈ નાબૂદ
* વિદેશ પ્રવાસ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ મહિને ૫ દેશોના પ્રવાસે; UAE અને યુરોપિયન દેશોની લેશે મુલાકાત
* સુપ્રીમ કોર્ટ: પુખ્ત વયના લોકો માટે ઓળખના પુરાવા આપવા અંગેની કડક માર્ગદર્શિકા માટેની અરજી પર ૪ મેના રોજ થશે સુનાવણી
(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
