<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

મહત્વના સમાચારો

* લગભગ ત્રણ અઠવાડિયાથી ઉપવાસ આંદોલન કરી રહેલા સોનમ વાંગચૂકને પોલીસ હોસ્પિટલે લઈ ગઈ: દિલ્હીના જંતર મંતર ઉપરથી દેખાવકારોને હટાવાયા 

* છત્તીસગઢના રાયપુર શહેરમાં આવેલ સંજયનગરમાં આર્થિક તંગી અને લેણદારોના ત્રાસને લીધે એક જ પરિવારના પાંચ સભ્યોએ આત્મહત્યા કરી લીધી, મૃતદેહ મળી આવ્યા, ઘરના વડીલ કણસતા હતા, ભેદભરમવાળી રહસ્યમય ચિઠ્ઠીઓ મળી 

* ઈરાનમાં અમેરિકાએ સાતમા દિવસે આજે હુમલા ચાલુ રાખ્યા છે ઈરાને પણ હવે આરપારની લડાઈ માટે તૈયાર રહેવા સ્પષ્ટ ધમકી આપી છે 

* પાટનગર દિલ્હીમાં સવારથી અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ 

* ગુજરાતમાં સવારે બે કલાકમાં ૧૩ તાલુકામાં વરસાદ પડ્યો, છેલ્લા ૨૪ કલાકમાં ૯૫ તાલુકામાં વરસાદ પડ્યો, દક્ષિણ ગુજરાતમાં મેઘો મન મૂકીને વરસ્યો, વડોદરા નર્મદા અને વલસાડના ગ્રામ્ય પંથકમાં અડધો ઇંચ વરસાદ

* ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર લાઇન ઓફ કંટ્રોલ ઉપર પાકિસ્તાનનો ભારે ગોળીબાર, ભારતીય સૈન્યનો જડબાતોડ જવાબ 

* ઈરાનના બંદર અબ્બાસમાં વિસ્ફોટના અવાજ સંભળાયા 

* હોર્મુઝમાં થાઇલેન્ડના ધ્વજવાળા જહાજને ઇરાને નિશાન બનાવ્યું 

* ઈરાનના અનેક શહેરોમાં જોરદાર વિસ્ફોટ 

* હોર્મુઝમાંથી પસાર થતા બે ટેન્કરમાં બ્લાસ્ટ, બંને ટેન્કરમાં ભીષણ આગ 

* ઈરાને કુવૈત અને જોર્ડનમાં અમેરિકી મથકો પર હુમલા કર્યા 

* કુવૈતમાં ઈરાની ડ્રોન હુમલાનો ખતરો યથાવત: ઈરાને કહ્યું છેલ્લા શ્વાસ સુધી દેશની રક્ષા કરીશું, એક-એક ઈંચની સુરક્ષાનો સંકલ્પ 

* ઈરાને બહેરીનમાં અમેરિકી યુએવી ડેપો પર હુમલા કર્યો, અમેરિકી ડ્રોન બેઝને નિશાન બનાવ્યાનો દાવો 

* બુશેહર પરમાણુ પ્લાન્ટ પર હુમલો થયો નથી: મીડિયાના દાવા પાયાવિહોણા: ઈરાન 

* ઈરાનનો દાવો, ઉત્તરી હિંદ મહાસાગરમાં દુશ્મન જહાજ પર ક્રૂઝ મિસાઇલ હુમલો

 

(9:39 AM IST)