<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

મહત્‍વના સમાચારો પર એક નજર

 

જમ્મુ કાશ્મીરમાં લાઈન ઓફ કંટ્રોલ પાર કરીને ભારતીય સરહદમાં પ્રવેશતા પાકિસ્તાની નાગરિકોની વધતી સંખ્યાએ સુરક્ષા એજન્સીઓની ચિંતામાં મોટો વધારો કર્યો

જૂન ૨૦૨૬માં જ કુપવાડા અને પૂંછ સરહદે ત્રણ પાકિસ્તાની નાગરિકો પકડાતા આતંકી ષડયંત્ર કે ભુલથી સરહદ ઓળંગ્યાની તપાસ શરૂ થઈ

 

જમ્મુમાં સુરક્ષા દળોએ લાઈન ઓફ કંટ્રોલ પાર કરનાર વધુ એક પાકિસ્તાની નાગરિકને પકડ્યો છે. હાલના સપ્તાહોમાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરનારા પાકિસ્તાનીઓની વધતી સંખ્યાથી સુરક્ષા એજન્સીઓ ચિંતિત છે. જૂન ૨૦૨૬માં કુપવાડા, પૂંછ અને અન્ય સરહદી વિસ્તારોમાં ઓછામાં ઓછા ત્રણ આવા કિસ્સા સામે આવ્યા છે. ૧૨ જૂને કુપવાડાના ટીટવાલ સેક્ટરમાં ખૈબર પख्तૂનખ્વાના અસદ ખાનને પકડવામાં આવ્યો હતો, જેને માનવીય ધોરણે છ દિવસ પછી પાકિસ્તાનને સોંપાયો હતો. આ ઉપરાંત પૂંછ જિલ્લામાં એક ૧૪ વર્ષના કિશોર અને અન્ય એક નાગરિકને પકડવામાં આવ્યા છે. નિષ્ણાતોના મતે સરહદની બંને બાજુ વહેંચાયેલા પરિવારો, માનસિક અસ્થિર લોકો કે રસ્તો ભટકેલા ચરવાહાઓ પણ સરહદ પાર કરતા હોય છે. જો કે, એપ્રિલ મે ૨૦૨૬ બાદ ભારત પાકિસ્તાન સંબંધોમાં વધેલા તણાવ અને સરહદ પારથી ગોળીબારના કારણે સુરક્ષા એજન્સીઓ દરેક ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી કોઈ આતંકી કે તસ્કરી નેટવર્કની સાઝિશ જાણી શકાય.

━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━

 

અમરનાથ યાત્રામાં આતંકી કચરા સાથે જ ખરાબ હવામાનનો પણ મોટો ખતરો

 

૩ જુલાઈથી શરૂ થતી વાર્ષિક અમરનાથ યાત્રાને સુચારૂ બનાવવા ખતરાઓને ભરીપીવા વહીવટી તંત્ર સજ્જ થયું

 

યાત્રાના બંને રૂટ પર હવામાનની ચોક્કસ દેખરેખ માટે શ્રીનગર બનિહાલ જમ્મુ અને લેહમાં અત્યાધુનિક ડૉપ્લર વેધર રડાર સિસ્ટમ શરૂ કરાઈ

 

જમ્મુ કાશ્મીર સરકાર ૩ જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રાને સફળ બનાવવા માટે ચોવીસ કલાક કામ કરી રહી છે. આ વર્ષે સરકાર દ્વારા મુસાફરોના બંને રસ્તાઓ પર હવામાનની સ્થિતિની રીયલ ટાઈમ દેખરેખ માટે શ્રીનગર, બનિહાલ ટોપ, જમ્મુ અને લેહમાં અત્યાધુનિક ડૉપ્લર વેધર રડાર કાર્યરત કરવામાં આવ્યા છે. આ સિસ્ટમ વર્ષ ૨૦૨૨માં પવિત્ર ગુફા પાસે આવેલી વિનાશકારી પૂરની ઘટના બાદ મજબૂત પ્રારંભિક ચેતવણી પ્રણાલી તરીકે ઊભી કરવામાં આવી છે. ડૉપ્લર રડાર વાદળ ફાટવા, ભારે વરસાદ, તોફાન અને કરા પડવા જેવી સ્થાનિક ગંભીર હવામાન ઘટનાઓની વહેલી જાણકારી આપશે. કાશ્મીરના ડિવિઝનલ કમિશનર અંશુલ ગર્ગના જણાવ્યા મુજબ, બનિહાલ અને શ્રીનગરના રડાર આ સિસ્ટમની કરોડરજ્જુ છે. તમામ એલર્ટ અને નોટિફિકેશન કેમ્પ કમાન્ડરો અને કંટ્રોલ સેન્ટર સાથે શેર કરવામાં આવશે. બાલટાલ અને નુનવાન સહિતના બેઝ કેમ્પ પર ડિસ્પ્લે બોર્ડ લગાવીને મુસાફરોને હવામાનની લાઈવ માહિતી સતત આપવામાં આવશે.

━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━

અમરનાથ યાત્રામાં પવિત્ર હિમલિંગ વહેલા પીગળી જવાની આશંકા: યાત્રાના પ્રથમ પંદર દિવસમાં જ દર્શન કરી લેવા માટે શ્રદ્ધાળુઓમાં ભારે હોડ

 

ગ્લોબલ વોર્મિંગ અને ભક્તોના શ્વાસની ગરમીના કારણે લોખંડ તથા કાચની ગ્રીલ પણ બાબા બર્ફાનીને પીગળતા રોકવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે

 

શ્રીનગર: ૩ જુલાઈથી શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રામાં શરૂઆતના પખવાડિયામાં જ દર્શન કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ છે. ગત કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગ અને ભક્તોની ભીડના કારણે હિમલિંગ નિર્ધારિત સમય પહેલા જ પીગળી જાય છે. વર્ષ ૨૦૧૬માં માત્ર ૧૦ દિવસમાં જ ૧૦ ફૂટનું હિમલિંગ પીગળીને દોઢ ફૂટનું રહી ગયું હતું. તેવી જ રીતે વર્ષ ૨૦૧૩, ૨૦૧૮ અને ૨૦૧૯માં પણ વધતા તાપમાનના લીધે યાત્રા પૂર્ણ થાય તે પહેલા જ બાબા બર્ફાની અંતર્ધ્યાન થઈ ગયા હતા. શ્રાઇન બોર્ડે ગુફાને ઠંડી રાખવા માટે એર કર્ટન, રેડિયન્ટ કૂલિંગ પેનલ્સ અને આઇસ સ્કેટીંગ રીંક જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની યોજના બનાવી હતી, પરંતુ હાઇકોર્ટ દ્વારા અગાઉ લગાવવામાં આવેલા સ્ટેના કારણે આ પ્રક્રિયા અટકેલી છે. 

 

હાલમાં ગુફામાંથી આવી રહેલી હિમલિંગની તસવીરોથી ભક્તો ચિંતિત બન્યા છે અને શ્રાઇન બોર્ડ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કેમ નથી કરી રહ્યું તે પ્રશ્ન ઊભો થયો છે.

━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━

આગામી અમરનાથ યાત્રા પર આતંકી હુમલાના મોટા જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયની વરિષ્ઠ ટીમ કાશ્મીરમાં જ ડેરો જમાવીને રહેશે

 

ઇતિહાસમાં પ્રથમ વખત સેનાની અત્યંત ખતરનાક એસએસએફની વિકાસ બટાલિયન અને એનએસજી કમાન્ડો સહિત સેંકડો ડ્રોન સુરક્ષા માટે તૈનાત: શ્રીનગર અને દક્ષિણ કાશ્મીરના ગુપ્ત સ્થળોએ પણ તૈનાત કરવામાં આવી

 

નવીદિલ્હી: ૩ જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે સુરક્ષા દળોએ અત્યાંત કડક વ્યુહરચના તૈયાર કરી છે. સંભવિત આતંકી હુમલાના ખતરાને જોતા ગૃહમંત્રીના આદેશથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓની ટીમ યાત્રા સંપન્ન થાય ત્યાં સુધી કાશ્મીરમાં રહીને સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ રાખશે. 

 

આ વર્ષે સુરક્ષા માટે સેનાની વિશેષ એસએસએફની વિકાસ બટાલિયન અને એનએસજી કમાન્ડોની ટુકડીઓને શ્રીનગર અને દક્ષિણ કાશ્મીરના ગુપ્ત સ્થળોએ તૈનાત કરવામાં આવી છે. 

 

૩૦૦ કિલોમીટર લાંબા જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર મલ્ટી ટિયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રથમ ઘેરામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ બલ, સશસ્ત્ર સીમા બલ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ રહેશે, જ્યારે રાજ્ય પોલીસ બીજા ઘેરામાં અને સેના ત્રીજા ઘેરામાં બાહ્ય સુરક્ષા આપશે. 

 

મુસાફરોના વાહનોને જીપીએસ અને આરએફઆઇડી ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. કોઈપણ અનિચ્છનીય પ્રવૃત્તિ રોકવા માટે ૧ લાખ પોલીસકર્મીઓ સહિત લાખો જવાનો અને સેંકડો ડ્રોનની મદદ લેવાશે.

━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━

લાઈન ઓફ કંટ્રોલને અડીને આવેલા રાજૌરી જિલ્લાના ગંભીર મુગલાંના ઘનઘોર જંગલોમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાબલોનું ઓપરેશન છત્રીસમા દિવસમાં પ્રવેશ્યું

 

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદના ઇતિહાસમાં કોઈ એક સ્થળે ચાલતું આ સૌથી લાંબુ સઘન સર્ચ ઓપરેશન બનતા હાઈટેક ડ્રોન અને ગેજેટ્સ ઉપયોગ કરાયા

 

જમ્મુ: રાજૌરી જિલ્લાના મંજાકોટ ઉપમંડળ હેઠળના ગંભીર મુગલાં સ્થિત ડોરી માલના ઘનઘોર અને દુર્ગમ જંગલોમાં સુરક્ષાબલોનું આતંકવાદ વિરોધી અભિયાન શુક્રવારે ૩૬મા દિવસમાં પ્રવેશ્યું છે. 

 

આ વિસ્તારના ઇતિહાસમાં આ સૌથી લાંબું ચાલનારું સર્ચ ઓપરેશન બની ગયું છે. આ મુશ્કેલ ઓપરેશનને અંજામ આપવા માટે ભારતીય સેનાની અત્યંત પ્રશિક્ષિત વિશેષ ઇકાઈઓ અને જમ્મુ કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનો ખડેપગે તૈનાત છે. 

 

દુર્ગમ જંગલો અને કુદરતી ગુફાઓમાં છુપાયેલા આતંકીઓને શોધવા માટે હાઇટેક ડ્રો, થર્મલ ઇમેજર અને આધુનિક સર્વેલન્સ ગેજેટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પૂર્વે વર્ષ ૨૦૨૫માં કઠુઆના જંગલોમાં ૧૭ દિવસ લાંબું ઓપરેશન ચાલ્યું હતું, જ્યારે વર્ષ ૨૦૨૩માં રાજૌરી અને પૂંછમાં ૧૫ દિવસ તેમજ કોકરનાગમાં ૮ થી ૧૦ દિવસ સુધી અભિયાન ચાલ્યા હતા. 

 

અગાઉ આતંકીઓ માત્ર સરહદ નજીક મર્યાદિત રહેતા હતા, પરંતુ હવે તેઓ જમ્મુ સંભાગના પર્વતીય વિસ્તારોમાં સક્રિય થતા આ મોટો પડકાર બન્યો છે.

 

(12:41 AM IST)