News of Monday, 4th May 2026
મહત્વના સમાચારો ઉડતી નજરે

*બપોરે ૧૨.૧૪ વાગ્યા સુધીનો વિસ્તૃત ચૂંટણી ચિતાર*
* પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક સત્તા પરિવર્તન: દીદીનો ગઢ ધ્વસ્ત, ૨૯૩ માંથી ૧૮૦+ બેઠકો પર કમળ ખીલ્યું, મમતા બેનર્જીનો પક્ષ ૧૦૦ ની અંદર સમેટાયો
**કોલકાતા:** પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે અત્યાર સુધીનો સૌથી મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. બપોરે ૧૨.૧૪ વાગ્યા સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપે મમતા બેનર્જીના મજબૂત કિલ્લામાં જંગી ગાબડું પાડ્યું છે. રાજ્યની ૨૯૩ બેઠકોમાંથી **૧૮૦ કરતા વધુ બેઠકો** પર ભારતીય જનતા પાર્ટીએ મજબૂત લીડ મેળવી લીધી છે અને સ્પષ્ટ બહુમતી તરફ કૂચ કરી છે. બીજી તરફ, સતત સત્તા ભોગવનાર તૃણમૂલ કોંગ્રેસ (TMC) નો રકાસ થયો છે અને પક્ષ ૧૦૦ બેઠકોની અંદર સમેટાઈ ગયો છે. બંગાળમાં ડબલ એન્જિનની સરકાર બનવાના સંકેતો મળતા જ ભાજપના કાર્યકરોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંદેશખાલી જેવા મુદ્દાઓ અને એન્ટી-ઇન્કમ્બન્સીએ મમતા સરકારને મોટો ફટકો પહોંચાડ્યો હોવાનું વિશ્લેષકો માની રહ્યા છે.
* તમિલનાડુમાં દ્રવિડિયન રાજકારણનો અંત? ડીએમકે અને એઆઈડીએમકેના સુપડા સાફ, સુપરસ્ટાર થલપતિ વિજયની રાજકારણમાં રોકસ્ટાર એન્ટ્રી: ૧૦૦+ બેઠકો પર લીડ *
**ચેન્નઈ:** દક્ષિણના રાજકારણમાં દાયકાઓથી ચાલ્યા આવતા ડીએમકે (DMK) અને એઆઈડીએમકે (AIADMK) ના એકાધિકારનો આજે અંત આવી ગયો છે. ફિલ્મી પડદે પોતાના એક્શનથી ચાહકોને ઘેલું લગાડનાર સુપરસ્ટાર થલપતી વિજયે રાજકારણમાં ખરા અર્થમાં 'રોકસ્ટાર' એન્ટ્રી મારી છે. તેમના પક્ષે પ્રાથમિક વલણોમાં જ **૧૦૦ થી વધુ બેઠકો** પર કબ્જો જમાવીને પરંપરાગત રાજકીય પક્ષોના સુપડા સાફ કરી નાખ્યા છે. યુવાનો અને ચાહકોનો જંગી ટેકો વિજયને મળ્યો છે. તમિલનાડુની જનતાએ બંને જુના પક્ષોના ભ્રષ્ટાચાર અને પરિવારવાદને નકારીને એક નવા યુવા નેતૃત્વ પર મહોર મારી છે.
* આસામમાં પ્રચંડ બહુમતી સાથે ભાજપની ઐતિહાસિક દોટ, જ્યારે કેરળમાં સત્તા પરિવર્તન: કોંગ્રેસ મોરચાની વાપસી *
**ગુવાહાટી / તિરુવનંતપુરમ:** આસામમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માનો જાદુ ફરી એકવાર ચાલી ગયો છે. ભાજપે આસામમાં ઇતિહાસ રચતા અત્યાર સુધીની સૌથી **પ્રચંડ બહુમતી** તરફ દોટ મૂકી છે. વિપક્ષો અહી ક્યાંય ચિત્રમાં જોવા મળતા નથી.
બીજી તરફ, કેરળમાં દર પાંચ વર્ષે સત્તા બદલવાનો સિલસિલો જારી રહ્યો છે. લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) ને પછાડીને **કોંગ્રેસના નેતૃત્વવાળા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)** એ સત્તા પર મજબૂત વાપસી કરી છે. બપોરના વલણોમાં કોંગ્રેસ મોરચો સ્પષ્ટ બહુમતીનો આંકડો વટાવી ચુક્યો છે અને સત્તાવાર રીતે સરકાર રચવાનો માર્ગ મોકળો બની ગયો છે.
* દેશભરમાં ભગવો લહેરાતા ભાજપ છાવણીમાં દિવાળી જેવો માહોલ: વિજય ઉત્સવ માટે ખાસ પ્રકારના લાડુ તૈયાર કરાયા, રેપર પર કમળ અને 'હર હર મહાદેવ' ના નારા *
**નવી દિલ્હી:** બંગાળ અને આસામ સહિતના રાજ્યોમાં ઐતિહાસિક જીત નિશ્ચિત બનતા દિલ્હી સ્થિત ભાજપના રાષ્ટ્રીય મુખ્યાલયમાં વહેલી સવારથી જ દિવાળી જેવો માહોલ સર્જાયો છે. ઢોલ-નગારા અને ગુલાલની છોળો વચ્ચે કાર્યકર્તાઓ ઝૂમી ઉઠ્યા છે. ભાજપ દ્વારા આ ભવ્ય જીતની ઉજવણી માટે એકદમ ખાસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. વિજય ઉત્સવ માટે **ખાસ મીઠાઈઓ અને લાડુ** બનાવડાવવામાં આવ્યા છે. આ લાડુના પેકિંગ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. દરેક લાડુના રેપર પર **કમળનું ફૂલ અને 'હર હર મહાદેવ'** નો નારો છાપવામાં આવ્યો છે. દેશભરમાંથી ભાજપના દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચી રહ્યા છે અને સાંજ સુધીમાં ભવ્ય વિજય સભાનું આયોજન કરવામાં આવે તેવી સંભાવના છે.
૧. હોર્મુઝ સંકટ તીવ્ર: ટ્રમ્પે અમેરિકા તરફથી અટવાયેલા જહાજોને મુક્ત કરવાની જાહેરાત : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુએસ નૌકાદળ હોર્મુઝ સ્ટ્રેટમાં અટવાયેલા વેપારી જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢશે. ઈરાને આને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
૨. ઈરાનની નવી શાંતિ યોજના ટ્રમ્પે નકારી : ઈરાન તરફથી મોકલાયેલી ૧૪ મુદ્દાની શાંતિ પ્રસ્તાવને ટ્રમ્પે ‘પૂરતી નથી’ કહીને ફગાવી દીધી. યુદ્ધ વિકલ્પો હજુ ટેબલ પર છે.
૩. જર્મનીમાંથી ૫૦૦૦ અમેરિકી સૈનિકો પાછા ખેંચવાનો નિર્ણય વિવાદાસ્પદ : ટ્રમ્પના આ નિર્ણયને રિપબ્લિકન નેતાઓએ પુતિનને ‘ખોટો સંદેશ’ મોકલવાનો આરોપ મૂક્યો છે.
૪. યુક્રેનનો રશિયન તેલ રિફાઇનરી પર ડ્રોન હુમલો : યુક્રેને બ્લેક સી પોર્ટ પરની તેલ રિફાઇનરીને નિશાન બનાવી, જે ત્રીજો હુમલો છે. રશિયાએ તીવ્ર વિરોધ કર્યો છે.
૫. ફ્રાન્સમાં સેના ક્ષેત્રે ૪૦ હજાર લોકોની અવૈધ ‘ફ્રી પાર્ટી’ : વર્લ્ડ વોર-૨ના અવશેષોવાળા વિસ્તારમાં અવૈધ પાર્ટીમાં ૪૦ હજાર રેવર્સ ભેગા થયા, પોલીસે ચેતવણી આપી છે.
૬. તાઇવાન પ્રમુખની આફ્રિકા મુલાકાત: ચીને ‘ઉંદર’ કહીને ટીકા : તાઇવાનના પ્રમુખે એસ્વાતિની મુલાકાત શરૂ કરી, ચીને તેને પ્રતિકાર કર્યો.
૭ અમદાવાદમાં આકરી ગરમી: યલો એલર્ટ જારી, ૪૩ ડિગ્રીથી વધુ તાપ રાજ્યમાં આગામી ૭ દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, લોકોને સાવધાનીની સલાહ.
૮. સુરતમાં પુત્રવધૂની નિર્દય હત્યા: વેવાઈઓએ ૩૬ ફટકા માર્યા : સીસીટીવીમાં કેદ ઘટના, પોલીસે તપાસ શરૂ કરી છે.
૯ સાણંદમાં કાર મુહૂર્ત કાળ બન્યું: મહિલાને કચડી નાખતા મોત : નવી કારના મુહૂર્ત વખતે ચાલકે મહિલાને ટક્કર મારી, સારવાર દરમિયાન મૃત્યુ.
૧૦. સુરતમાં ૫૦ લાખની એસબીઆઈ લૂંટ: ચોરીના બાઇક્સ મળ્યા : વરાછા વિસ્તારમાંથી લૂંટ કરનારી ટોળકીની તપાસ ચાલુ.
૧૧. જૂનાગઢમાં ખાનગી શિક્ષકોને વસ્તી ગણતરીની જવાબદારી: વિવાદ : મનપાએ સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને ખાનગી શિક્ષકોને કામ સોંપ્યું.
૧૨. હોર્મુઝ વિક્ષેપ અસ્વીકાર્ય: પીએમ મોદીનું વિધાન : પશ્ચિમ એશિયા સંકટમાં ભારતે સંવાદ અને કૂટનીતિનો આગ્રહ કર્યો, તેલ-ગેસ પુરવઠા માટે વિકલ્પો તૈયાર.૧૩. મે મહિનામાં ભારતમાં બ્રિક્સ અને ક્વાડ વિદેશમંત્રી સભા : ભારત બ્રિક્સ અને ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકનું આયોજન કરશે, પ્રાદેશિક સંઘર્ષ પર ધ્યાન.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
