<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

ભારત દેશ યુધ્‍ધવાદી નથી, બુધ્‍ધિવાદી છેઃ પૂ.મોરારીબાપુ

મહારાષ્‍ટ્રમાં શ્રીરામ કથાનો વિરામઃ ૧૩ થી ર૧ જુન કેરળના કોચીમાં શ્રીરામકથા ગુંજશે

રાજકોટ, તા., ૩: કિલ્લારી-મહારાષ્‍ટ્રની ભુમી પર પ્રવાહીત થયેલી રામકથા માનસ વાલ્‍મીકી આશ્રમનું ભાવવાહી વાતાવરણમાં ભાવમયી સમાપન થયું હતું.

પૂ. મોરારીબાપુએ કહયું હતુ કે, દુનિયામાં કથાકથિત મહાસતા તો ઘણી હોય પણ મહારાષ્‍ટ્ર માત્ર એક જ છે. સંતો-ભકતોની ભુમી છે. મહારાષ્‍ટ્ર બાલ્‍યાવસ્‍થાનું એક હ્‍દયસ્‍પર્શી સ્‍મરણ કહેતા બાપુએ ભીની આંખે કહયું કે હું નાનો હતો અને અમારા રામજી મંદીરની બાજુના માટીના ઘરના નાનકડા ફળીયામાં હું ખાટલી ઢાળીને સુતો ત્‍યારે મારા દાદીમાની કાળી સાડી ઓઢીને સુતો એ એમ જ જીવન સાથે કાળો રંગ જોડાયેલો છે.

 આપણે ત્‍યાં પાંચ પ્રકારની વિશેષતા અને એ પાંચ પ આભુષણ છે. (૧) પરાક્રમ (ર) પુરૂષાર્થ (૩) પ્રારબ્‍ધ (૪) પરોપકાર અને (પ) પરમાત્‍માની પ્રાપ્તી આદી શંકરાચાર્ય પ્રતીતીના ત્રણ પ્રકાર દર્શાવે છે. (૧) શાષા પ્રતીતી (ર) ગુરૂ પ્રતિતી-ગુરૂનિષ્‍ઠા અને (૩) આત્‍મ પ્રતીતી ગુરૂના એક વચન પર ભરોસો એ જ ગુરૂપ્રતીની મીરાબાઇને ગુરૂએ કહયું કે આ કૃષ્‍ણમુર્તિ જ તારૂ ર્સ્‍વસ્‍વ છે. પછી મીરાબાઇની ગુરૂનિષ્‍ઠા-ગુરૂ પ્રતીતીને લીધે એને સર્વસ્‍વ કૃષ્‍ણમય જીવન અર્પી દીધું કેૈવલ્‍ય દર્શનનો એક ગ્રંથ છે.

પૂ. મોરારીબાપુએ કહ્યું કે, સાધુ-મુની-ઋષિની કેટલીક નિષ્‍ઠા હોય છે દરેક સાધુ કે મુનીમા આ નિષ્‍ઠા હોવી જોઇએ. (૧) મૌન નિષ્‍ઠા  (ર) ગુરૂ નિષ્‍ઠા (મંગનિષ્‍ઠા) (૩) માળા નિષ્‍ઠા  (૪) મનન નિષ્‍ઠા  (પ) મારૂતી નિષ્‍ઠા -હનુમંત નિષ્‍ઠા  અને (૬) માનસ નિષ્‍ઠા .... માનસમાં કેટલા આશ્રમ છે ! એની ચર્ચા આપણે કરતા હતા તો કિર્તી (સહગાયિકા કિર્તી લીંબાણા) એ મને લીસ્‍ટ આપ્‍યું છે. એ આપને જણાવું.. (૩) ભારદ્વાજ આશ્રમ (ર) નારદ આશ્રમ (૩) મનુ-શતરુપા આશ્રમ (૪) કષ્‍ટમુની આશ્રમ (પ) વિશ્વામિત્ર આશ્રમ (૬) ગૌતમ આશ્રમ (૭) વાલ્‍મીકી આશ્રમ જે વિષયને કેન્‍દ્રમાં રાખી આપણે આ કથાગાઇ રહ્યા છીએ તે (૮) રામ આશ્રમ (૯) ચિત્રકૂટ આશ્રમ (૧૦) મુનિ સુભક્ષ્ણ આશ્રમ (૧૧) પંચવટી આશ્રમ (૧ર) શબરી આશ્રમ (૧૩) અગત્‍સ્‍ય આશ્રમ (૧૪) કાલનેમિ આશ્રમ (૧પ) ભૂસુંડી આશ્રમ (૧૬) પરમ આશ્રમ (૧૭) અત્રિ આશ્રમ અને આ (૧૮) કિલ્લારી આશ્રમ.

કથાક્રમમાં રામરાજયની સ્‍થાપના અને લવ-કુશના જન્‍મ પ્રસંગની સાથે નવદિવસીય રામકથાને વિરામ અપાયો હતો. પ્રિયબાપુની હવે દવેની રામકથા કે કેરાળાના કોચી શહેરની ભૂમિ પર તા. ૧૩-૬-ર૬ થી તા. ર૧-૬-ર૬ દરમિયાન યોજાશે. જે કથાનું નિયમિત રૂપે આસ્‍થા ટીવી ચેનલ પરથી તેમજ ચિત્રકુટધામ તલગાજરડાની યુ-ટયુબ ચેનલ પરથી જીવંત પ્રસારણ થશે.

( -મનોજ જોશી ‘‘મજો'' રાજકોટ

મો. ૮૧૪૦ર ૧૩૧૩૦

મો. ૯૪ર૬ર ૪ર૧૧પ) 

(2:58 PM IST)