તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Tuesday, 2nd June 2026
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં: ૯૯ ટકા કામ પૂરું
ભારત અને અમેરિકાના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ વચ્ચે ૪ દિવસીય મહત્ત્વની બેઠક શરૂ; વચગાળાની ટ્રેડ ડીલ પર ટૂંક સમયમાં થઈ શકે છે હસ્તાક્ષર

નવી દિલ્હી,તા.૨: ભારત અને અમેરિકા વચ્ચે આગામી સમયમાં થનારા દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર આધારિત છે. વાણિજ્ય પ્રધાન પિયૂષ ગોયલ અને અમેરિકી રાજદૂત સર્જિયો ગોરના જણાવ્યા મુજબ બંને દેશો વચ્ચે ૯૯ ટકા વાટાઘાટો પૂર્ણ થઈ ચૂકી છે. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે આજે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા પ્રસ્તાવિત દ્વિપક્ષી વેપાર કરારના પ્રથમ તબક્કા પર હસ્તાક્ષર કરવાની નજીક પહોંચી રહ્યા છે, જેમાં મોટાભાગની મુખ્ય વિગતો પહેલાથી જ નક્કી થઈ ગઈ છે. ૯૯ ટકા કરાર ફાઇનલ થઈ ગયા છે અને એક ટકા પર જ વાત અટકી છે.
તેમની ટિપ્પણી એવા સમયે આવી જ્યારે એક ઉચ્ચ સ્તરીય અમેરિકાના પ્રતિનિધિમંડળ વાટાઘાટોના નવા રાઉન્ડ માટે નવી દિલ્હી પહોંચ્યું હતું. ચાલુ ચર્ચાઓ વિશે બોલતા, ગોયલે કહ્યું કે જ્યાં સુધી યુએસ ટીમનો સંબંધ છે, કેટલાક સભ્યો પહેલાથી જ આવી ગયા છે, જ્યારે અન્ય આજે રાત્રે આવી રહ્યા છે. અમારી બેઠકો ૨, ૩ અને ૪ જૂનના રોજ યોજાવાની છે. બંને દેશના નેતાઓએ ૩ ફેબ્રુઆરીના રોજ ફ્રેમવર્ક કરારની જાહેરાત કરી દીધી હતી.
ભારત-અમેરિકા વેપાર કરાર પર ચાલી રહેલી વાટાઘાટો અંગે એમણે કહ્યું કે, બધા મુખ્ય મુદ્દાઓનું સમાધાન થઈ ગયું છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે તાજેતરમાં જણાવ્યું હતું કે ૯૯ ટકા વિગતોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરારનો પ્રથમ તબક્કો શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરીશું. અમે તેના પર હસ્તાક્ષર કરીશું અને પછી આગળ વધતા વધુ વ્યાપક દ્વિપક્ષીય વેપાર કરાર કેવી રીતે ઘડવો તે અંગે વધુ ચર્ચાઓ શરૂ કરીશું.
મુખ્ય વાટાઘાટકાર બ્રેન્ડન લિચના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય યુએસ પ્રતિનિધિમંડળ પ્રસ્તાવિત ભારત-અમેરિકા દ્વિપક્ષી વેપાર કરાર (બીટીએ) પર ચર્ચાઓને આગળ વધારવા માટે પહેલીથી ૪ જૂન સુધી ભારતની ચાર દિવસની મુલાકાતે છે. આ વાટાઘાટો વ્યાપક દ્વિપક્ષીય માળખા હેઠળ વાટાઘાટોને આગળ ધપાવતા વચગાળાના વેપાર કરારની વિગતોને અંતિમ સ્વરૂપ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા છે.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
