News of Wednesday, 18th November 2026
ભારતીય વાયુદળે રચ્યો ઇતીહાસઃ એક સાથે તમામ ૨૩ હેલીકોપ્ટરને આકાશમાં ઉડાડયા

ભારતીય વાયુસેનાના સૌથી મોટા હેલિકોપ્ટર કાફલાનું ઘર, હકીમપેટ (હૈદરાબાદ) ખાતે આવેલી હેલિકોપ્ટર તાલીમ શાળાએ એક રેકોર્ડબ્રેક સિદ્ધિ હાંસલ કરી છે. યુનિટે તેના તમામ ૨૩ હેલિકોપ્ટર એકસાથે ઉડાવીને તેની ઓપરેશનલ ક્ષમતા દર્શાવી, ૧૦૦% ટેકનિકલ કુશળતા -ાપ્ત કરી.આ સિદ્ધિની વિગતો શેર કરતા, વાયુસેનાએ જણાવ્યું હતું કે આ સફળતા ૅજમીન પર શ્રેષ્ઠતા અને હવામાં શ્રેષ્ઠતૉ ના મંત્રને માન્ય કરે છે. બધા ૨૩ હેલિકોપ્ટરની એક સાથે ઉડાન યુનિટના અસાધારણ જાળવણી ધોરણો, ટેકનિકલ ટીમ અને ક્રૂ વચ્ચે ઉત્તમ સંકલન અને ઉચ્ચ-સ્તરીય તાલીમ પ્રણાલીનું પ્રદર્શન કરે છે.હેલિકોપ્ટર તાલીમ શાળાના સૂત્ર, ‘જ્ઞાનેન સિદ્ધિ' ને પુનરાવર્તિત કરતા, વાયુસેનાએ જણાવ્યું હતું કે અહીં આપવામાં આવતું ચોક્કસ જ્ઞાન અને તાલીમ સીધી રીતે વાયુસેનાની વાસ્તવિક લડાઇ અને ઓપરેશનલ ક્ષમતાઓમાં પરિણમે છે.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
