News of Wednesday, 12th August 2026
ન્યૂજર્સીમાં ઈન્ડિયનના જ્વેલરી સ્ટોર પર લૂંટારા ત્રાટક્યાઃ એક મિલિયન ડોલરના દાગીનાની લૂંટ
વુડબ્રિજમાં આવેલી નવલખા જ્વેલર્સને લૂંટારું ગેંગ દ્વારા ટાર્ગેટ કરાઈ, ૪૫ સેકન્ડમાં જ કામ પૂરું કરીને નીકળી ગયા

ન્યૂજર્સી તા.૧૨: ન્યૂજર્સીના વુડબ્રિજમાં આવેલા ઈન્ડિયન જ્વેલરી સ્ટોરમાંથી ધોળા દિવસે એક મિલિયન ડોલરના દાગીના અને ડાયમંડ જ્વેલરીની લૂંટ કરવામાં આવી છે. ગત શનિવારે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં વુડબ્રિજમાં આવેલા નવલખા જ્વેલર્સ નામના સ્ટોરને લૂંટારાની એક ગેંગ દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. સ્ટોરમાં ઘૂસી ગયેલી ગેંગ એક લ્શ્સ્ લઈને આવી હતી જેણે શોપની બહાર જ ગાડી પાર્ક કરી હથોડાથી બેફામ તોડફોડ કરીને જે કંઈ હાથમાં આવ્યું તે બધુંય લૂંટી લીધું હતું. માત્ર ૪૫ સેકન્ડ જેટલા સમયમાં જ આ ગેંગ આખોય સ્ટોર સાફ કરીને નીકળી ગઈ હતી, સ્ટોરના કો-ઓનર સોનુ ચૌહાણે આ અંગે લોકલ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમણે હજુ ગયા વર્ષે જ આ બિઝનેસ શરૂ કર્યો હતો અને તેમાં પોતાની તમામ સેવિગ્સ લગાડી દીધી હતી. જોકે, આ રોબરી બાદ તેઓ કફોડી સ્થિતિમાં આવી ગયા છે.
નવલખા જ્વેલર્સ પર ત્રાટકેલા લૂંટારા હથોડાની સાથે-સાથે લૂંટનો માલ ભરવા માટે પ્લાસ્ટિકની મોટી બેગ્સ પણ સાથે લાવ્યા હતા, તેમણે માસ્ક પહેરેલા હોવાના કારણે કોઈ તેમના ચહેરા નહોતું જોઈ નહોતું. આ ગેંગ જ્યારે સોનુ ચૌહાણના સ્ટોરમાં ઘૂસી ત્યારે તેનો એક સાગરીત બહાર ઉભો-ઉભો નજર રાખી રહ્યો હતો જ્યારે બીજો દરવાજો પકડીને ઉભો રહ્યો હતો. આ રોબરીમાં કુલ છ લોકો સામેલ હોવાનું સીસીટીવીમાં કેપ્ચર થયું છે જેમાંથી ચાર લૂંટારા સ્ટોરની અંદર ઘૂસ્યા હતા. તેમણે બેફામ હથોડા ઝીંકવાનું શરૂ કરતાં સ્ટોરમાં હાજર તેના ઓનર્સ તેમજ કસ્ટમર્સ ફફડી ગયા હતા, સદનસીબે કોઈએ પણ લૂંટારાને ચેલેન્જ કરવાનો પ્રયાસ ના કરતા આ રોબરીમાં કોઈના ઘાયલ થવાના સમાચાર નથી.
નવલખા જ્વેલર્સના કો-ઓનર સોનુ ચૌહાણ ૨૦૦૭માં અમેરિકા આવ્યા હતા, શરૂઆતના વર્ષોમાં એક આઈટી કંપનીમા જોબ કરનારા સોનુ ચૌહાણે ખાસ્સી મહેનત અને સેવિગ્સ બાદ આ સ્ટોર શરૂ કર્યો હતો. રોબરી થયા બાદ પણ તેઓ પોતાના સ્ટોરનું કામકાજ જલ્દીથી જલ્દી શરૂ કરવા મથી રહ્યા છે, એબીસી સેવન સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે બિઝનેસમાં પોતે નવા હોવાથી સ્ટોર બંધ રહે તે પોસાય તેમ નથી. હાલ વુડબ્રિજ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે, પરંતુ અત્યારસુધી લૂંટારાને પકડી શકાય તેવી કોઈ લીડ નથી મળી શકી. તો બીજી તરફ, સ્ટોરના કો-ઓનર સોનુ ચોહાણનું કહેવું છે કે અગાઉ પણ આ વિસ્તારમાં આ પ્રકારની રોબરી થઈ ચૂકી છે, તેમણે એમ પણ જણાવ્યું હતું કે આશા છે કે ક્રિમિનલ્સ કોઈ નિヘતિ કોમ્યુનિટીના લોકોને ટાર્ગેચ નહીં કરી રહ્યા હોય. આ એરિયામાં જ્વેલરી સ્ટોર્સ સહિતના ઢગલાબંધ ઈન્ડિયન બિઝનેસિસ આવેલા છે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
