News of Monday, 13th July 2026
અમેરિકામાં ગૂગલની ભારતીય મૂળની અધિકારીની પતિએ હત્યા કરી દીધી
મહિલાનો યુવાન પુત્ર પણ ગોળી વાગેલી હાલતમાં મળી આવ્યો : ઘરેલૂ હિંસાના કેસમાં પતિએ ગોળી મારી હોવાનો પોલીસનો દાવો

વોશિંગ્ટન,તા.૧૩: અમેરિકામાં ભારતીય મૂળની ગૂગલની સિનિયર અધિકારીની તેના પતિએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ ઘટના અમેરિકાના જ્યોર્જિયા પ્રાંતમાં સર્જાઈ હતી. મૃતકની ઓળખ ગૂગલની સિનિયર ટેક્રોલોજી એક્ઝિક્યુટિવ શીતલ રેજિયન તરીકે થઈ છે. શીતલ ભારતીય મૂળના હતાં. ઘરેલુ હિસામાં તેમના પતિ કિર્ક બી. રેજિયને તેમની હત્યા કરી હતી. આ ઘટનામાં તેમનો પુત્ર પણ ગોળી વાગવાથી ઘાયલ થયો છે. આરોપીની એટલાન્ટા નજીક કોબ કાઉન્ટી સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરી લેવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપીને હાલમાં કોબ કાઉન્ટી એડલ્ટ ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે સાંજે લગભગ ૮ વાગ્યે તેમને જોર્જિયાના
સ્માયા શહેરમાં એક થરમાં ગોળીબારની માહિતી મળી હતી. ઘટનાસ્થળે પહોંચતા પોલીસને ૫૭વર્ષીય શીતલ રેજિયન ઘરની અંદર ગોળી વાગવાથી ગંભીર રીતે થાયલ અવસ્થામાં મળ્યાં હતાં. બાદમાં તેમનું મૃત્યુ થયું હતું.
પોલીસે ઘરેલુ હિંસાનો કેસ ગણાવ્યોઃ
પોલીસે આ કેસને ઘરેલુ હિંસાની ઘટના ગણાવી છે અને કહ્યું છે કે સામાન્ય જનતા માટે કોઈ ખતરો નથી. અધિકારીઓએ હજુ સુધી ગોળીબાર પાછળના કારણનો ખુલાસો કર્યો નથી અને જેસનની સ્વાસ્થ્ય સ્થિતિ અંગે પણ કોઈ નવી માહિતી આપી નથી. આ મામલે તપાસ ચાલુ છે. શીતલ રેજિયન ગૂગલમાં એક સિનિયર એન્જાિનિયરિગ લીડર હતા.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
