News of Wednesday, 23rd September 2026
મલેશિયાની ૩૦ દિવસની વિઝામુક્ત સુવિધાનો નોકરી માટે ઉપયોગ ન કરવા ભારતીયોને ચેતવણી
ગેરકાયદે વસવાટ, આર્થિક શોષણ, અટકાયત, દેશનિકાલ અને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે

કુઆલાલમ્પુર : મલેશિયા ખાતેના ભારતીય ઉચ્ચાયોગે ભારતીય નાગરિકોને ૩૦ દિવસની વિઝામુક્ત પ્રવેશ સુવિધાનો નોકરી શોધવા કે રોજગાર મેળવવા માટે ઉપયોગ ન કરવાની ચેતવણી આપી છે. આ સુવિધા મુખ્યત્વે પ્રવાસન અને મુલાકાત માટે છે; તેના આધારે કામ કરવાની મંજૂરી મળતી નથી. ખોટી નોકરીનું વચન આપતા એજન્ટોની લાલચમાં આવી મલેશિયા જતા લોકોને વિઝાની મુદત પૂરી થયા પછી ગેરકાયદે વસવાટ, આર્થિક શોષણ, અટકાયત, દેશનિકાલ અને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. નોકરી માટે મલેશિયા જવા ઇચ્છતા નાગરિકોએ પ્રવાસ પહેલાં માન્ય રોજગાર પરવાનગી અને યોગ્ય વિઝા મેળવવા તથા દસ્તાવેજોની સત્તાવાર ખરાઈ કરવા જણાવાયું છે.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
