<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

ભારતીયોએ ફોરેન ટ્રિપ્‍સ પર લગાવી દીધી બ્રેક

૨૦૨૬માં વિદેશ યાત્રા પર ભારતીયોનો ખર્ચ ઘટીને ૧.૦૯ અબજ ડોલર રહી ગયોઃ વિદેશમાં અભ્‍યાસ અને પ્રોપર્ટીની ખરીદી પણ ધીમી : વડાપ્રધાન મોદીએ તાજેતરમાં વિદેશી હૂંડિયામણ બચાવવા માટે લોકોને વિદેશ પ્રવાસો અને બિનજરૂરી ખર્ચાઓમાં સંયમ રાખવાની અપીલ કરી હતી

નવી દિલ્‍હી તા.૨૫: શું વડાપ્રધાન મોદીની એક અપીલની અસર ભારતીયોની ફોરેન ટ્રિપ્‍સ પર દેખાવા લાગી છે? ભારતીય રિઝર્વ બેંકના તાજા આંકડા કંઈક આવા જ સંકેત આપી રહ્યા છે. વિદેશ યાત્રા પર ભારતીયોનો ખર્ચ સતત ઘટી રહ્યો છે અને માર્ચ ૨૦૨૬માં તે કેટલાય મહિનાના નીચલા સ્‍તરે પહોંચી ગયો છે. ખરેખર, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ મે મહિનાના પ્રથમ પખવાડિયામાં દેશવાસીઓને વિદેશી હૂંડિયામણ બચાવવાની અપીલ કરી હતી. તેમણે લોકોને બિનજરૂરી આયાત, સોનાની ખરીદી અને વિદેશી પ્રવાસોમાં સંયમ રાખવાની વાત કહી હતી, જેથી દેશનું વિદેશી હૂંડિયામણ અનામત (ફોરેક્‍સ રિઝર્વ) મજબૂત બનેલું રહે. રસપ્રદ વાત એ છે કે RBI આંકડા દર્શાવે છે કે, ભારતીયોએ PM મોદીની અપીલ પહેલા જ વિદેશ યાત્રા પરનો ખર્ચ ઓછો કરવાનું શરૂ કરી દીધું હતું.

RBI નાજણાવ્‍યા અનુસાર, માર્ચ ૨૦૨૬માં ભારતીયોએ વિદેશ યાત્રા પર માત્ર ૧.૦૯ અબજ ડોલર ખર્ચ્‍યા હતા. ફેબ્રુઆરીમાં આ આંકડો ૧.૩૦ અબજ ડોલર હતો, જ્‍યારે જાન્‍યુઆરીમાં વિદેશ યાત્રા પરનો ખર્ચ ૧.૬૫ અબજ ડોલર સુધી પહોંચી ગયો હતો. એટલે કે માત્ર બે મહિનામાં વિદેશ યાત્રા પરનો ખર્ચ આશરે ૫૬ કરોડ ડોલર ઘટી ગયો. આ ઘટાડો એવા સમયે આવ્‍યો છે, જ્‍યારે પヘમિ એશિયાનો તણાવ, મોંઘો ડોલર, વધતું હવાઈ ભાડું અને વૈશ્વિક અનિヘતિતાએ વિદેશી ટ્રાવેલને પહેલા કરતાં વધુ મોંઘું બનાવી દીધું છે.

RBI નીલિબ્રલાઈઝ્‍ડ રેમિટન્‍સ સ્‍કીમ એટલે કે LRSના ડેટા મુજબ, ‘અન્‍ય યાત્રા' કેટેગરી હેઠળ માર્ચ દરમિયાન ૬૨.૩૦ કરોડ ડોલર ખર્ચવામાં આવ્‍યા હતા. આમાં રજાઓ ગાળવી, ઇન્‍ટરનેશનલ હોટેલ બુકિગ અને વિદેશી ક્રેડિટ કાર્ડના ખર્ચ સામેલ છે. આ કુલ પ્રવાસ ખર્ચના આશરે ૫૭ ટકા હિસ્‍સો રહ્યો છે. નિષ્‍ણાતોનું માનવું છે કે, વિદેશી ટ્રિપ્‍સ પર ઘટતી જતી બુકિગ અને નિયંત્રિત ખર્ચની અસર આ ડેટામાં સાફ દેખાઈ રહી છે.

વિદેશમાં અભ્‍યાસ સાથે જોડાયેલા ખર્ચમાં પણ નરમાઈ જોવા મળી છે. માર્ચમાં ‘વિદેશમાં અભ્‍યાસ' કેટેગરી હેઠળનો ખર્ચ ઘટીને ૧૫.૧૭ કરોડ ડોલર રહી ગયો, જે જાન્‍યુઆરીમાં ૨૬.૭૪ કરોડ ડોલર હતો. વિદેશમાં પ્રોપર્ટી ખરીદવા પર ભારતીયોનો ખર્ચ પણ ઘટ્‍યો છે. માર્ચમાં માત્ર ૩.૮૬ કરોડ ડોલર વિદેશમાં સ્‍થાવર મિલકત (પ્રોપર્ટી) ખરીદવા માટે ખર્ચાયા, જ્‍યારે ફેબ્રુઆરીમાં આ આંકડો ૫.૧૩ કરોડ ડોલર હતો.

RBIની LRS યોજના હેઠળ ભારતનો કોઈ પણ નિવાસી એક નાણાકીય વર્ષમાં ૨.૫૦ લાખ ડોલર સુધી વિદેશ મોકલી શકે છે. આ રકમ યાત્રા, અભ્‍યાસ, રોકાણ, પ્રોપર્ટીની ખરીદી કે અન્‍ય કાયદેસરના ખર્ચાઓ માટે વાપરી શકાય છે. માર્ચ ૨૦૨૬માં LRS હેઠળ કુલ ૨.૫૯ અબજ ડોલર વિદેશ મોકલવામાં આવ્‍યા, જેમાં સૌથી મોટો હિસ્‍સો પ્રવાસ ખર્ચનો હતો.

ભારત દુનિયાના સૌથી મોટા તેલ આયાતકાર દેશોમાં સામેલ છે. એવામાં વિદેશી હૂંડિયામણ ભંડારને મજબૂત રાખવો એ સરકારની મોટી પ્રાથમિકતાઓમાંની એક છે. નિષ્‍ણાતોનું માનવું છે કે જો આગામી મહિનાઓમાં પણ વૈશ્વિક તણાવ અને મોંઘો ડોલર યથાવત રહેશે, તો ભારતીયોના વિદેશ પ્રવાસો અને બહારના ખર્ચમાં હજુ વધુ ઘટાડો જોવા મળી શકે છે

(1:14 PM IST)