તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Thursday, 14th May 2026
ફિલિપાઇન્સ સંસદમાં અંધાધૂંધ ગોળીબારઃ સેનેટ સંકુલમાં અફરાતફરી
મનીલામાં સેનેટ બિલ્ડિંગ નજીક ૧૨ થી વધુ રાઉન્ડ ગોળીબારથી ખળભળાટ : હથિયારધારી સૈનિકો સંસદમાં ઘૂસ્યા, સાંસદોએ પોતાને રૂમમાં કેદ કર્યા

મનીલા,તા.૧૪: ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં બુધવારે ભારે અરાજકતા સર્જાઈ હતી. અહીં સેનેટ બિલ્ડિંગમાં અંધાધૂંધ ગોળીબારના અહેવાલોથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સંસદ સંકુલની નજીક ૧૨ થી વધુ રાઉન્ડ ગોળીબારનો અવાજ સંભળાયો હતો. આ અચાનક થયેલા હુમલાને પગલે સાંસદો અને કર્મચારીઓ જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળોએ દોડી ગયા હતા અને પોતાને રૂમમાં કેદ કરી લીધા હતા.
સેનેટ પ્રમુખનો દાવો અમારા પર હુમલો થયો છે. સેનેટ પ્રમુખ એલન પીટર કેયેટાનો એ અત્યંત ગંભીર દાવો કરતા જણાવ્યું કે, અમારા પર હુમલો કરવામાં આવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે નેશનલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (NBI) ના અધિકારીઓ બળજબરીથી સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અધિકારીઓ ઞ્લ્ત્લ્ બિલ્ડિંગની દિવાલોમાં ખોદકામ કરતા જોવા મળ્યા હતા. કેયેટાનોએ ઉમેર્યું કે, અત્યારે અહીં ગોળીબાર થઈ રહ્યો છે અને અમને ચોક્કસ પરિસ્થિતિની જાણ નથી. દરેક વ્યક્તિ ડરના માર્યા રૂમમાં બંધ છે.
ગોળીબાર પાછળનું અસલી કારણ
આ સમગ્ર ઘટના પાછળ સેનેટર રોનાલ્ડ ડેલા રોઝાની ધરપકડના પ્રયાસો હોવાનું માનવામાં આવે છે. ડેલા રોઝા પર ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ દ્વારા માનવતા વિરુદ્ધના ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેના વિવાદાસ્પદ ડ્રગ વિરોધી અભિયાન દરમિયાન થયેલી હત્યાઓમાં તેમની સંડોવણી હોવાનો આક્ષેપ છે.
ડેલા રોઝા છેલ્લા કેટલાક દિવસોથી ધરપકડથી બચવા માટે સેનેટ સંકુલમાં આશરો લઈ રહ્યા છે, જ્યાં તેમને સેનેટ નેતૃત્વ દ્વારા રક્ષણાત્મક કસ્ટડી આપવામાં આવી છે. આ દરમિયાન NBI ના અધિકારીઓ અને સેનેટના સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ભારે તણાવ જોવા મળ્યો છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ગોળીબારમાં કોઈ ઘાયલ થયું છે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ સંકુલની બહાર અને અંદર મોટી સંખ્યામાં સશસ્ત્ર સૈનિકો તૈનાત કરી દેવામાં આવ્યા છે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
