News of Saturday, 24th October 2026
જોર્ડનના કરાકના ચર્ચમાં અંધાધૂંધ ગોળીબારઃ ૭ લોકોના કમકમાટીભર્યા મોત અને ૩૪ થી વધુ ઇજાગ્રસ્ત
અંતિમ સંસ્કારની સભા દરમિયાન AK-47 અને પિસ્તોલથી સજ્જ હુમલાખોરોનો અંધાધૂંધ ગોળીબાર

કરાક,તા.૨૪: મધ્ય પૂર્વના દેશ જોર્ડનના કરાક પ્રાંતમાં આવેલા એક ઐતિહાસિક ચર્ચમાં શુક્રવારે અંધાધૂંધ ફાયરિગની અત્યંત દર્દનાક ઘટના સામે આવી છે. અંતિમ સંસ્કારની પવિત્ર વિધિ ચાલી રહી હતી તે સમયે થયેલા આ ઘાતક હુમલામાં ઓછામાં ઓછા ૭ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે ૩૪ થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. રાજધાની અમ્માનથી આશરે ૧૪૫ કિલોમીટર દૂર હમૂદ કસ્બામાં સ્થિત ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચમાં ઘૂસેલા હથિયારધારી હુમલાખોરોએ નિર્દોષ લોકો પર અંધાધૂંધ ગોળીઓ વરસાવીને સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાવી દીધી છે.
જોર્ડનના દક્ષિણ ભાગમાં આવેલા કરાક ગવર્નરેટના હમૂદ ગામમાં આવેલા સદીઓ જૂના ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચમાં શુક્રવારે એક સ્થાનિક નાગરિકના અંતિમ સંસ્કારની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક વિધિમાં શોકગ્રસ્ત પરિવારજનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્નેહીઓ ઉપસ્થિત હતા.
શાંતિપૂર્ણ માહોલ વચ્ચે અચાનક એક શંકાસ્પદ વાહન ચર્ચના પ્રવેશદ્વાર પાસે આવીને અટક્યું હતું. વાહનમાંથી ઉતરેલા સશષ શખ્સોએ કોઈ જ ચેતવણી આપ્યા વિના સીધા પરિસરમાં પ્રવેશ કરી સભામાં હાજર લોકો પર ફાયરિગ શરૂ કરી દેતાં સમગ્ર પરિસરમાં ભયાનક અરાજકતા અને ચીસાચીસ મચી ગઈ હતી.
આ અત્યંત દર્દના હુમલા દરમિયાન હુમલાખોરોએ મિનિટો સુધી સતત ગોળીઓ ચલાવી હતી. અચાનક થયેલા આ ગોળીબારને કારણે ચર્ચની અંદર હાજર લોકોને બચવા કે સંતાવાનો લેશમાત્ર સમય મળ્યો નહોતો.
સ્થાનિક વહીવટીતંત્ર અને આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ ઘટનાસ્થળે જ ૭ નિર્દોષ લોકોએ દમ તોડી દીધો હતો. માર્યા ગયેલા લોકોમાં વયસ્કોનો પણ સમાવેશ થાય છે. ગોળીબારમાં ૩૪ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સત્તાવાર અહેવાલો મળ્યા છે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
