<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

વર્તમાન સમયમાં વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે પરસ્પર સાંસ્કૃતિક સંબંધો અત્યંત આવશ્યક: પીએમ મોદી

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના સભ્યદેશોના પ્રથમ સાંસ્કૃતિક સંવાદનું વડાપ્રધાન મોદીએ કર્યું ઉદ્ધઘાટન

દિલ્હી ખાતે આવેલા ઐતિહાસિક પુરાણા કિલ્લામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના સભ્યદેશોના પ્રથમ સાંસ્કૃતિક સંવાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ આ સંવાદનું સત્તાવાર ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે પરસ્પર સાંસ્કૃતિક સંબંધો અત્યંત આવશ્યક છે. 

 પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીએ SCO ના તમામ સભ્યદેશો વચ્ચે સાંસ્કૃતિક સહયોગ અને આદાન-પ્રદાન વધુ મજબૂત કરવા ભારપૂર્વક હાકલ કરી હતી. આ સંવાદ દરમિયાન તેમણે સભ્યદેશોના પ્રાચીન ગ્રંથો અને વારસાના ડિજિટલીકરણ તેમજ વિવિધ ભાષાઓમાં અનુવાદ કરવા અંગેનો મહત્વનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ મંચમાં સમગ્ર વિશ્વને સાચી દિશા આપવાનું અપાર સામર્થ્ય રહેલું છે.

 

(11:25 PM IST)