News of Sunday, 31st May 2026
IPL 2026ના સેલિબ્રેશન પર બેંગલુરુ પોલીસના કડક પ્રતિબંધ: રસ્તા પર જાહેરમાં ઉજવણી કરી તો થશે જેલભેગા
ફાઇનલ મેચ અને વિજય ઉત્સવને ધ્યાનમાં રાખીને કર્ણાટકની બેંગલુરુ સિટી પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે એક કડક એડવાઈઝરી (જાહેરનામું) બહાર પાડ્યું

આઈપીએલ 2026 ની ફાઇનલ મેચ અને વિજય ઉત્સવને ધ્યાનમાં રાખીને કર્ણાટકની બેંગલુરુ સિટી પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે એક કડક એડવાઈઝરી (જાહેરનામું) બહાર પાડી છે. બેંગલુરુના પોલીસ કમિશનર સીમંત કુમાર સિંઘે સ્પષ્ટ આદેશ આપતા જણાવ્યું છે કે, કોઈ પણ ક્રિકેટ ફેન્સ કે નાગરિકોને રસ્તાઓ પર જાહેરમાં એકઠા થઈને હંગામો કરવા કે વિજય સરઘસ કાઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં. શાંતિ અને સુરક્ષાના ભંગ બદલ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કમિશનરે ઉમેર્યું કે, જો કોઈ ચાહકો જીતની ઉજવણી કરવા માંગતા હોય તો તેઓ ઘરની અંદર રહીને જ સેલિબ્રેશન કરી શકે છે, જાહેરમાં બાઇક સ્ટન્ટ્સ, મોટા સ્ક્રીન પર લાઈવ પ્રસારણ કે દારૂ પીને ધમાલ કરનારાઓ સામે કડક કાનૂની પગલાં લેવાશે.
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
