તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૧, શનિવાર
News of Thursday, 9th July 2026
બહેરીન, કુવૈત અને કતારમાં યુએસ લશ્કરી થાણાઓ પર ઈરાનનો હુમલો
અમેરિકાના હુમલા પછી તરત જ ઈરાને બદલો લેવા માટે હુમલા શરૂ કર્યા : કતારના લોકોને ઘરની અંદર રહેવા, કાચની બારીઓથી દૂર રહેવા અને આગામી સૂચના સુધી બહાર જવાનું ટાળવા કહેવામાં આવ્યું

તેહરાન/દોહા તા.૯: અમેરિકાના હુમલાઓ પછી, ઈરાને ગલ્ફ દેશોમાં યુએસ ઠેકાણાઓ પર હુમલો કરીને બદલો લીધો છે. અલ જઝીરા અનુસાર, કુવૈત, કતાર અને બહેરીનમાં હુમલાઓ શરૂ થઈ ગયા છે. કુવૈતી સેનાના જનરલ સ્ટાફે જણાવ્યું હતું કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દુશ્મન મિસાઈલ અને ડ્રોન હુમલાઓને અટકાવી રહી છે. દેશની KUNA સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે સમગ્ર દેશમાં એલાર્મ વગાડવામાં આવ્યો છે.
કતારના ગૃહ મંત્રાલયે સુરક્ષા ચેતવણી જારી કરી છે, જેમાં લોકોને ઘરની અંદર અથવા સલામત સ્થળોએ રહેવાની વિનંતી કરવામાં આવી છે. કતારના લોકોને ઘરની અંદર રહેવા, કાચની બારીઓથી દૂર રહેવા અને આગામી સૂચના સુધી બહાર જવાનું ટાળવા કહેવામાં આવ્યું છે. જો કે, થોડા સમય પછી જ જાહેરાત કરવામાં આવી હતી કે ધમકી ટળી ગઈ છે.
અહેવાલ સૂચવે છે કે ઈરાને બહેરીનમાં યુએસ ફિફથ ફલીટના મુખ્યાલયને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. બહેરીનના ગૃહ મંત્રાલયે જનતાને આવી જ ચેતવણી મોકલી હતી, પરંતુ આ હુમલો ઈરાનથી થયો હતો કે નહીં તે સ્પષ્ટ કર્યું નથી. યુએસ ફિફથ ફલીટનું ઘર બહેરીન, ઈરાની હુમલાઓનું વારંવાર નિશાન રહ્યું છે. બહેરીનમાં બે વાર સાયરન સંભળાયા.
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ બાદ, પાકિસ્તાનના આર્મી ચીફ યુદ્ધ અટકાવવા માટે સક્રિય થયા છે. સાઉદી અખબાર અલ અરેબિયાએ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર તણાવ ઓછો કરવા માટે ઈરાની નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે.
ઈરાનની સંસદના સ્પીકર અને અમેરિકા સાથેના પ્રારંભિક કરારના મુખ્ય વાટાઘાટકાર મોહમ્મદ બાકર ગાલિબાફે વોશિગ્ટનને ચેતવણી આપી છે કે હવે તેને વચનો તોડવાની કિમત ચૂકવવી પડશે. મને સ્પષ્ટ કરવા દો જો તમે હુમલો કરશો, તો તમારા પર હુમલો કરવામાં આવશે, ગાલિબને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું. તેમણે હોર્મુઝ સ્ટ્રેટ વિશે પણ ચેતવણી આપતા કહ્યું કે સ્ટ્રેટ ફક્ત ઈરાની વ્યવસ્થા દ્વારા જ ખોલવામાં આવશે, અમેરિકન ધમકીઓ દ્વારા નહીં.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
