News of Friday, 24th April 2026
ઈરાને અમેરિકાની નાકાબંધી તોડીને ૮૫૦૦ કરોડ રૂપિયાનું ક્રૂડ તેલ નિકાસ કર્યું
૩૪ ઈરાની ટેન્કરોને અમેરિકા ન રોકી શક્યું

અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધી લગાવી દીધી હોવા છતાં ૩૪ ઇરાની ટેન્કરો આ નાકાબંધી ભેદવામાં સફળ રહ્યાં હતાં અને આ જહાજોએ આશરે ૯૧૦ મિલ્યન ડોલર (આશરે ૮૫૦૦ કરોડ રૂપિયા)થી વધુનું ૧૦.૭ મિલ્યન બેરલ તેલ નિકાસ કર્યું હતું. ઈરાન સાથે જોડાયેલાં ઓછામાં ઓછાં ૩૪ ટેન્કરો નાકાબંધીમાંથી પસાર થવામાં સફળ રહ્યાં છે. એક તરફ ડોનલ્ડ ટ્રમ્પ દાવો કરે છે કે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ પર સંપૂર્ણપણે નિયંત્રણ ધરાવે છે અને નાકાબંધી વ્યૂહરચના જબરદસ્ત સફળ રહી છે. આમ આ અમેરિકા માટે નીચાજોણું થવા જેવી પરિસ્થિતિ છે. ૧૯ જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી બહાર નીકળ્યાં હતાં અને ૧૫ અરબી સમુદ્રમાંથી અંદર આવ્યાં હતાં અને એ ઈરાનનાં બંદરો તરફ ગયાં હતાં.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
