News of Saturday, 2nd May 2026
ઈરાનઃ બોમ્બ ડિફયુઝ કરતી વખતે વિસ્ફોટઃ ૧૪ જવાનના મોત
ઈરાન-અમેરિકા યુદ્ધ દરમિયાન ફેંકવામાં આવેલા અને ન ફૂટેલા ક્લસ્ટર બોમ્બને નિષ્ક્રિય કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો

ઝાંજન,તા.૨: ઈરાનના ઉત્તર-પヘમિ વિસ્તારમાં આવેલા ઝાંજન શહેર નજીક એક ભયાનક વિસ્ફોટની ઘટના સામે આવી છે. ઈરાન-અમેરિકા યુદ્ધ દરમિયાન ફેંકવામાં આવેલા અને ન ફૂટેલા ક્લસ્ટર બોમ્બને નિષ્ક્રિય કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ પ્રચંડ વિસ્ફોટમાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના ૧૪ સૈનિકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ૭ એપ્રિલે યુદ્ધવિરામ લાગુ થયા બાદ ઈરાની સેના માટે આ સૌથી મોટું નુકસાન માનવામાં આવે છે. આ જવાનો તે વિસ્તારમાં બાકી રહેલા દારૂગોળાને રહ્યા હતા જેથી નાગરિકો અને ખેતીની જમીનને સુરક્ષિત કરી શકાય. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, યુદ્ધ દરમિયાન ફેંકાયેલા ન ફૂટેલા બોમ્બને કારણે આશરે ૧,૨૦૦ હેક્ટર જેટલી ખેતીલાયક જમીન જોખમમાં છે. આ બોમ્બ સ્થાનિક ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે સતત ખતરો બની રહ્યા છે, જેના કારણે સેના દ્વારા આ વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું.
બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન દ્વારા રજૂ કરવામાં આવેલા નવા શાંતિ પ્રસ્તાવ અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું કે તેઓ આ ડીલથી સંતુષ્ટ નથી અને ઈરાનનું નેતૃત્વ હાલ વિભાજિત દેખાઈ રહ્યું છે. IRGC એ પણ અમેરિકા પર પ્રહાર કરતા કહ્યું છે કે વોશિગ્ટન હવે વિશ્વની ઉર્જાનું સંચાલન કરવાને બદલે વિક્ષેપ ઉભો કરવાની વ્યૂહરચના પર ઉતરી આવ્યું છે.(૪૦.૨૫)
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
