News of Tuesday, 26th May 2026
ઈરાન પોતાનું ઉચ્ચ સંવર્ધિત યુરેનિયમ અમેરિકાને બદલે ચીન મોકલવા તૈયાર ?
સાઉદી અરેબિયાની ન્યૂઝ ચેનલ અલ હદથ દ્વારા કરાયેલા દાવા બાદ ઈરાનના સત્તાવાર મીડિયાએ સ્પષ્ટતા કરી કે પરમાણુ સામગ્રી દેશની બહાર મોકલવાની કોઈ સમજૂતી થઈ નથી

તેહરાન: ડિજિટલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય સ્તરે વાયરલ થયેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાન પોતાનું ઉચ્ચ સંવર્ધિત યુરેનિયમ દેશની બહાર મોકલવા તૈયાર છે, પરંતુ શરત એ છે કે તે અમેરિકાને બદલે ચીન મોકલવામાં આવે. જોકે, ઈરાને સત્તાવાર રીતે આ સમાચારને નકારી કાઢ્યા છે.
સાઉદી અરેબિયાની સમાચાર ચેનલ અલ હદથના વરિષ્ઠ સૂત્રોને ટાંકીને કરાયેલા દાવા મુજબ, ઈરાન અમેરિકા સાથેના સંભવિત કરારમાં આગળ વધતા પહેલા બેઇજિંગ પાસેથી ગેરંટી ઈચ્છે છે. આ અહેવાલ એક્સ પ્લેટફોર્મ તેમજ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
(1:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
