News of Thursday, 4th June 2026
જો ઇઝરાયેલ બેરૂત પર હુમલો કરશે તો ઈરાન યુદ્ધમાં ઉતરશે: વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીની ધમકી
ઓમાનના અખાતમાં અમેરિકી ડેસ્ટ્રોયર પર હુમલો કર્યાનો ઈરાનનો દાવો, અમેરિકન દળોને વધુ જવાબી કાર્યવાહીની ચેતવણી

તેહરાન: ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ઈઝરાયેલ બેરૂત પર હુમલો કરશે, તો ઈરાન ફરીથી યુદ્ધના મેદાનમાં ઉતરશે. ઈરાન દ્વારા ઈઝરાયેલને આપવામાં આવેલી આ સીધી ધમકી અંગે પ્રતિક્રિયા આપતા નિષ્ણાત અમીર ત્સરફાતીએ જણાવ્યું હતું કે, કોઈ હારેલો દેશ ક્યારેય આવી ભાષામાં વાત ન કરે, તેથી હવે ઈઝરાયેલે પોતાનું કામ પૂરું કરવાનો સમય આવી ગયો છે.
બીજી તરફ, ફાર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલને ટાંકીને જાણવા મળ્યું છે કે ઈરાને ઓમાનના અખાતમાં યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) ના ડેસ્ટ્રોયરના કમાન્ડ સેન્ટર પર હુમલો કર્યાનો દાવો કર્યો છે. આટલું જ નહીં, ઈરાને ખાડી વિસ્તારમાં રહેલા અમેરિકન દળો સામે હજુ વધુ આકરી જવાબી કાર્યવાહી કરવાની ધમકી પણ આપી છે. આ ઘટનાઓથી મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ સ્ફોટક બની છે.*
(1:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
