News of Monday, 8th June 2026
ઈરાની સૈન્યની ઈઝરાયેલને કડક ચેતવણી: હુમલા નહીં રોકાય તો વધુ વિનાશક પ્રહારો
ઈઝરાયેલ દ્વારા લેબનોન ઉપર ફોસ્ફરસ બોમ્બ ઝીંકાયા : ઇરાનનો ગંભીર આક્ષેપ: અમેરિકાના સમર્થનથી થઈ રહેલા આ આક્રમણોનો આકરો જવાબ આપવાની ઈરાની સૈન્યની સ્પષ્ટ ચીમકી

તહેરાન: ઈરાનના સશસ્ત્ર દળોએ ઉત્તર ઈઝરાયેલ પરના મિસાઈલ હુમલાને યોગ્ય ઠેરવતા કહ્યું છે કે ઝિઓનિસ્ટ શાસન લેબનોનમાં યુદ્ધ ગુનાઓ કરી રહ્યું છે. જો ઈઝરાયેલ વળતો પ્રહાર કરશે અથવા હુમલા ચાલુ રાખશે, તો ઈરાન વધુ ભયાનક અને વિનાશક હુમલાઓ કરશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
અહેવાલો મુજબ, ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના સશસ્ત્ર દળોના ઓપરેશનલ હેડક્વાર્ટરે ઉત્તર ઈઝરાયેલ પર રાત્રિના બેલિસ્ટિક મિસાઈલ હુમલા બાદ એક કડક નિવેદન બહાર પાડ્યું છે. ઈરાને આરોપ લગાવ્યો છે કે ઝિઓનિસ્ટ આક્રમક શાસને વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે અને શુક્રવારથી લેબનોનના લોકો પર ફોસ્ફરસ બોમ્બ સહિતના પ્રતિબંધિત હથિયારોનો ઉપયોગ કરીને યુદ્ધ ગુનાઓ આચર્યા છે.
નિવેદનમાં જણાવાયું છે કે ઈરાનની અગાઉની ચેતવણીઓ છતાં, ઈઝરાયેલે તમામ લાલ રેખાઓ ઓળંગી દીધી છે અને દક્ષિણ લેબનોન અને બેરુતના પરા વિસ્તારોમાં હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે.
ઈરાની સૈન્યએ સ્પષ્ટ કર્યું છે કે જો ઝિઓનિસ્ટ સૈન્ય દક્ષિણ લેબનોન પર તેના હુમલાઓ નહીં રોકે અથવા ઈરાનની કાર્યવાહીનો કોઈ વળતો જવાબ આપશે, તો તેને અને તેના સમર્થકોને અત્યંત વિનાશક અને ખેદજનક પ્રહારોનો સામનો કરવો પડશે. આ હુમલાઓને ઈરાને માત્ર એક શરૂઆત ગણાવી છે. *
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
