News of Thursday, 9th July 2026
અમેરિકા દ્વારા ઈરાન પર ફરીથી ભયંકર હવાઈ હુમલા દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા ખમેનીની અંતિમ યાત્રા તેમના વતન મશહદ પહોંચે તે પૂર્વે બે પુલ ઉડાવી દેવાયા: યુદ્ધની સ્થિતિ વધુ વણસી ગઈ

તહેરાન: ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખમેનીની અંતિમ યાત્રા તેમના વતન મશહદ પહોંચવાની તૈયારીમાં હતી ત્યારે જ અમેરિકાએ ઈરાન પર ફરીથી મોટા હવાઈ હુમલા કર્યા છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડસના સત્તાવાર નિવેદન મુજબ મશહદ જતા માર્ગ પર આવેલા પૂર્વ પ્રાંતના બે પુલ પર અમેરિકાએ હુમલો કરીને તેને ઉડાવી દીધા છે.
હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજો પર થયેલા હુમલાના જવાબમાં અમેરિકાએ આ આકરી કાર્યવાહી કરી છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઈરાન હુમલા ચાલુ રાખશે તો પરિણામ વધુ ગંભીર આવશે. લાખો લોકોની ઉપસ્થિતિ વચ્ચે થયેલા આ હુમલાથી પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ વધુ વણસી ગઈ છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
