<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન સાઇટ પરથી લોખંડના સળિયાની ચોરીના રેકેટનો પર્દાફાશ: 7 આરોપીઓની ધરપકડ 99 લાખનો મુદ્દામાલ જપ્ત

તમામ આરોપીઓ સુરતના અંત્રોલી અને કડોદરા વિસ્તારમાં રહેતા: બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં વપરાતા કિંમતી સામાન પર નજર રાખીને તેને ક્રેન અને ટ્રેલર મારફતે સગેવગે કરતી

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પરથી લોખંડના સળિયાની ચોરી કરતા એક મોટા રેકેટનો નવસારી ગ્રામ્ય પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે 7 આરોપીઓની ધરપકડ કરી છે અને વાહનો સહિત કુલ 99 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. . આ તમામ આરોપીઓ સુરતના અંત્રોલી અને કડોદરા વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે.આ ગેંગ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં વપરાતા કિંમતી સામાન પર નજર રાખીને તેને ક્રેન અને ટ્રેલર મારફતે સગેવગે કરતી હતી. પોલીસે આ કેસમાં 7 આરોપી પકડી પાડ્યાં અને 4 આરોપીને વોન્ટેડ જાહેર કરાયાં છે.

(7:16 PM IST)