<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

સ્‍વિટ્‍ઝર્લેન્‍ડમાં પાક આર્મી ચીફની હત્‍યાનું ઇઝરાયલે ઘડયું હતું કાવતરૂ

બ્રાઝિલિયન પત્રકારનો ધડાકો : ઇઝરાયલની ગુપ્તચર એજન્‍સી મોસાદે પાકિસ્‍તાનના આર્મી ચીફ અસીમ મુનીરની હત્‍યાનું કાવતરું ઘડ્‍યું હતું: જોકે, આ દાવાઓને લઈને વિવાદ ઉભો થયો છે

લંડન તા.૨૫: ભૂ-વ્‍યૂહાત્‍મક બાબતોના નિષ્‍ણાત અને બ્રાઝિલના પત્રકાર પેપે એસ્‍કોબારે આંતરરાષ્ટ્રીય સ્‍તરે એક અત્‍યંત ચોંકાવનારો દાવો કર્યો છે. તેમના અહેવાલ મુજબ, ઇઝરાયલની ગુપ્તચર એજન્‍સી મોસાદ (Mossad) દ્વારા પાકિસ્‍તાનના આર્મી ચીફ ફિલ્‍ડ માર્શલ અસીમ મુનીર અને તેમના સમગ્ર પ્રતિનિધિમંડળ (Delegation) ની હત્‍યા કરવાનું મોટું કાવતરું ઘડવામાં આવ્‍યું હતું. આ પ્‍લાન ત્‍યારે અમલમાં મૂકવાનો હતો જ્‍યારે તેઓ શાંતિ મંત્રણા માટે સ્‍વિટ્‍ઝર્લેન્‍ડના જીનીવામાં હાજર હતા.

પેપે એસ્‍કોબારનો દાવો છે કે, પાકિસ્‍તાનની સૈન્‍ય ગુપ્તચર એજન્‍સીને અત્‍યંત વિશ્વસનીય સૂત્રો પાસેથી આ ષડયંત્રની સચોટ માહિતી મળી ગઈ હતી. આ અહેવાલમાં જણાવાયું છે કે, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્‍યાહૂ (Netanyahu) ના સીધા આદેશ પર મોસાદ જીનીવામાં યોજાનારી આ ઉચ્‍ચ સ્‍તરીય બેઠક દરમિયાન અસીમ મુનીર પર જીવલેણ હુમલો અથવા હત્‍યાનો પ્રયાસ કરવાની તૈયારી કરી રહ્યું હતું. જોકે, બીજી તરફ એક પાકિસ્‍તાની પત્રકારે આ તમામ દાવાઓને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે.

હાલના સમયમાં પાકિસ્‍તાન, ઈરાન અને યુનાઇટેડ સ્‍ટેટ્‍સ વચ્‍ચે એક મહત્‍વપૂર્ણ મધ્‍યસ્‍થી તરીકેની ભૂમિકા ભજવી રહ્યું છે. આ બંને દેશો વચ્‍ચે થયેલા પ્રારંભિક કરારને એક ઔપચારિક એમઓયુ (MoU) પણ માનવામાં આવે છે. પરંતુ, ઇઝરાયલી નેતાઓએ આ ઈરાન-યુએસ શાંતિ કરારની આકરી ટીકા કરી છે અને સ્‍પષ્ટતા કરી છે કે ઇઝરાયલ આ વાટાઘાટોમાં બિલકુલ સામેલ નથી.

આ શાંતિ કરારની સફળતા સામે સૌથી મોટો અવરોધ લેબનોન (Lebanon) માં ચાલી રહેલી ઇઝરાયલી સૈન્‍ય કાર્યવાહી છે, જે આ કરારને તોડવાની ધમકી સમાન છે. ઇઝરાયલે સ્‍પષ્ટ શબ્‍દોમાં ચેતવણી આપી છે કે તે લેબનોનમાં પોતાના લશ્‍કરી ઓપરેશન બંધ કરશે નહીં. ઇઝરાયલ હજુ પણ ઈરાન દ્વારા સમર્થિત સશષ સંગઠન હિઝબુલ્‍લાહ ને પોતાના અસ્‍તિત્‍વ માટે એક મોટો ખતરો માને છે અને તેના પર કાર્યવાહી ચાલુ રાખવા કટિબદ્ધ છે.

(9:46 AM IST)