News of Sunday, 10th May 2026
ઇઝરાયેલ-લેબનોન સીમા પર ભારે તંગદિલી: ઇઝરાયેલી સેના દ્વારા હિઝબુલ્લાહના આતંકવાદી અડ્ડાઓ પર ભીષણ હુમલા
યુદ્ધવિરામના ભંગ વચ્ચે ઇઝરાયેલની વળતી કાર્યવાહી, એક અઠવાડિયામાં ૧૩૦ થી વધુ આતંકી ઠેકાણાઓ ધ્વસ્ત: ૧૦ હિઝબુલ્લાહ આતંકવાદીઓને ઠાર માર્યા

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ દ્વારા લેબનોન બોર્ડર પર હિઝબુલ્લાહ સામે મોટી સૈન્ય કાર્યવાહી કરવામાં આવી છે. આતંકવાદીઓ દ્વારા યુદ્ધવિરામના ભંગ બાદ ઇઝરાયેલે અનેક રોકેટ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે અને ૪૦ થી વધુ આતંકીઓને ઠાર કર્યા છે.
દક્ષિણ લેબનોન અને ઉત્તરીય ઇઝરાયેલ સીમા પર ફરી એકવાર ભારે તણાવ જોવા મળી રહ્યો છે.
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, ઝરીત અને શોમેરા વિસ્તારોમાં સાયરન વાગ્યા બાદ સેનાએ લેબનોન તરફથી આવતા શંકાસ્પદ હવાઈ લક્ષ્યોને તોડી પાડ્યા હતા. આ ઘટનામાં ઇઝરાયેલી સેનાને કોઈ નુકસાન થયું નથી, પરંતુ હિઝબુલ્લાહ દ્વારા યુદ્ધવિરામ કરારનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
જવાબી કાર્યવાહીમાં ઇઝરાયેલી સેનાએ આખો દિવસ દક્ષિણ લેબનોનમાં વ્યાપક હુમલા કર્યા હતા. સેનાએ હિઝબુલ્લાહના ૨૦ થી વધુ આતંકવાદી અડ્ડાઓ, શસ્ત્રોના ગોદામો અને લશ્કરી હેડક્વાર્ટર્સને નષ્ટ કર્યા છે.
સપ્તાહના અંતમાં, ૯૧ માં ડિવિઝનના સૈનિકોએ ૪૦ થી વધુ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરી ૧૦ થી વધુ હિઝબુલ્લાહ આતંકવાદીઓને ઠાર માર્યા છે. વધુમાં, ઉત્તરીય ઇઝરાયેલમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા ૧૪૬ માં ડિવિઝને છેલ્લા એક સપ્તાહમાં અંદાજે ૭૦ આતંકી લક્ષ્યોને ધ્વસ્ત કરી ૩૦ થી વધુ આતંકવાદીઓને ખતમ કર્યા છે.
ઇઝરાયેલી હવાઈ દળે અસંખ્ય રોકેટ અને શંકાસ્પદ ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા છે. નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, હોમ ફ્રન્ટ કમાન્ડની માર્ગદર્શિકા બુધવાર, ૧૩ મે, ૨૦૨૬ રાત્રે ૮ વાગ્યા સુધી યથાવત રાખવામાં આવી છે. ઇઝરાયેલી સુરક્ષા દળો રાજકીય નેતૃત્વના નિર્દેશો અનુસાર ઇઝરાયેલી નાગરિકો અને સૈનિકો પરના જોખમો સામે પોતાની આક્રમક કામગીરી સતત ચાલુ રાખશે.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
