News of Wednesday, 29th April 2026
દ. લેબેનોનમાં હિઝબુલ્લાહના લોન્ચર, શસ્ત્ર ભંડારો પર ઇઝરાયલ ત્રાટક્યું

તેલઅવીવઃ ઇઝરાયલી સેનાએ મંગળવારે દક્ષિણ લેબેનોનના અનેક વિસ્તારોમાં હિઝબુલ્લાહના માળખાઓ પર હવાઈ પ્રહાર કર્યા હોવાનો દાવો કર્યો છે. ઇઝરાયલી સેનાના જણાવ્યા મુજબ આગળની સુરક્ષા રેખાની ઉત્તરે આવેલા વિસ્તારોમાં હુમલા માટે તૈયાર લોન્ચર, શષા સંગ્રહ કેન્દ્રો અને આતંકી હુમલાની તૈયારી માટે વપરાતાં લશ્કરી માળખાઓને નિશાન બનાવાયા. આ કાર્યવાહી બાદ લેબેનોન સરહદે ફરી તંગદિલી વધી છે અને હિઝબુલ્લાહ તરફથી પણ જવાબી કાર્યવાહી થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.(
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
