News of Monday, 3rd August 2026
ભત્રીજાને પ્રેમ કરવો માસીને ભારે પડયોઃ જેને દિલમાં વસાવ્યો તેણે જ દગો કર્યો, કંટાળીને જીવ આપી દીધો
મધ્ય પ્રદેશના મઉગંજ જિલ્લામાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી

મઉગંજ,તા.૩: મધ્ય પ્રદેશના મઉગંજ જિલ્લામાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહીં માસી અને ભત્રીજા વચ્ચે પ્રેમ સંબંધનો દર્દનાક અંત આવ્યો. એક ૨૧ વર્ષની યુવતીએ માનસિક ત્રાસથી કંટાળીને પોતાની જીવનલીલા સંકેલી લીધી. મૃતક યુવતીની ઓળખ ૨૧ વર્ષીય લક્ષ્મી કુશવાહા તરીકે થઈ છે.
લક્ષ્મી મઉગંજના ગ્રામ ખુજુઆ સુખદેવ સિહની રહેવાસી હતી. તેના પિતાનું નામ ઈતરાજ કુશવાહા છે. જાણકારી અનુસાર, લક્ષ્મીનો પ્રેમ સંબંધ ૨૪ વર્ષીય અમર કુશવાહા ઉર્ફ છોટું સાથે હતો. અમર ગ્રામ ગોદરીનો રહેવાસી છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે તે સંબંધમાં બંને માસી અને ભત્રીજો થતાં હતા.
પરિવારના લોકોના જણાવ્યા અનુસાર, લક્ષ્મી છેલ્લા કેટલાક સમયથી ઊંડા આઘાતમાં હતી. આ પ્રેશરના કારણે ૨૫ જુલાઈના રોજ ઝેરી દવા ખાઈ લીધી. જ્યારે તેની તબિયત બગડવા લાગી, તો પરિવારને આ ઘટનાની જાણકારી થઈ. તેને તરત સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી.
લક્ષ્મીની ગંભીર સ્થિતિને જોતા તેને રીવાની સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરી હતી. ત્યાં આઠ દિવસ સુધી પોતાની જિદગીનો જંગ લડતી રહી. ડોક્ટરે તેને બચાવવાની દરેક કોશિશ કરી. જો કે શનિવારે સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું. યુવતીના મોતના સમાચાર મળતા જ તેના ગામમાં શોકની લહેર દોડવા લાગી.
લક્ષ્મીના પિતા ઈતરાજ કુશવાહાએ અમર કુશવાહા પર પ્રતાડનાનો ગંભીર આરોપ લગાવ્યો છે. પિતાનું કહેવું છે કે અમર તેમની દીકરી પર સતત માનસિક ત્રાસ આપતો. પરિવારનો દાવો છે કે જો અમર તેને ત્રાસ ન આપતો તો લક્ષ્મી આવું પગલું ન ઉઠાવતી. તેમણે આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ કરી છે.
યુવતીના મોત બાદ પોલીસ હોસ્પિટલમાં પહોંચી અને કાનૂની ઔપચારિકતા પૂરી કરી. પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેને પરિવારને સોંપી દીધી. લૌર પોલીસે આ મામલાના દરેક પાસાની તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પરિવારના આરોપોને ગંભીરતાથી લેવામાં આવ્યા છે. ટૂંક સમયમાં સંબંધિત લોકોના નિવેદન લેવામાં આવશે. તપાસમાં જે પણ તથ્યો સામે આવશે, તેના આધાર પર અમર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
