<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

ચા-પકોડાંની સીઝન છે પણ પકોડાંના તેલમાં જ બનેલી ચા ક્‍યારેય જોઈ છે?

પાકિસ્‍તાનનો એક ચા-નાસ્‍તાનો સ્‍ટોલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં : દુકાનદાર ભજિયાં તળાતા ગરમ તેલની ગરમીનો ઉપયોગ કરીને એ જ સમયે ચા પણ ઉકાળે છે. આ અનોખો જુગાડ લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યો છે

 

કરાચી,તા.૨૫: પાકિસ્‍તાન અનેક ખોટી બાબતો માટે વારંવાર ચર્ચામાં આવતું રહે છે. આ વખતે આપણી પ્રિય ચા બનાવવાની વિચિત્ર રીત માટે પાકિસ્‍તાનનો એક સ્‍ટોલ વાઇરલ થયો છે. વરસાદની સીઝનમાં ચા અને પકોડાંની લારીઓ પર ભારે ભીડ જામતી હોય છે. જોકે પાકિસ્‍તાનનો એક ભજિયાંવાળો ચા અને ભજિયાં સાથે બનાવવા માટે જાણીતો છે. દુકાનદાર જે તેલમાં ભજિયાં અને પકોડાં તળે છે એ જ તેલમાં ચાની તપેલી પણ મૂકી દે છે. અલબત્ત, તપેલી છોડી દઈ શકાય એમ ન હોવાથી સાણસીથી ચાવાળી તપેલી ઊકળતા તેલમાં પકડી રાખે છે. તેલની ગરમીથી તપેલી ગરમ થાય છે અને અંદરની ચા પણ ઊકળે છે. એ જ તેલમાં ભજિયાં બની રહ્યા છે. બન્ને સાથે જ તૈયાર થઈ જાય છે. આવો જુગાડ તો આપણા પાડોશી દેશમાં જ થાય.

(10:04 AM IST)