News of Thursday, 2nd July 2026
જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઈચી ભારતની ત્રણ દિવસીય સત્ત્।ાવાર મુલાકાતેઃ ૧૬મી ભારત–જાપાન વાર્ષિક શિખર બેઠકમાં હાજરી
જાપાનના ઇતિહાસમાં પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા છ ેસનાએ તાકાઈચી, જાપાન ભારતના સૌથી મોટા રોકાણકાર દેશોમાંનો એકઃમુંબઈ... અમદાવાદ બુલેટ ટ્રેન સહીતના મોટા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટોની પ્રગતિની સમીક્ષા

(જીતેન્દ્ર રૂપારેલિયા..) વાપી જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઈચી ૧લી જુલાઈ થી ૩ જુલાઈ ૨૦૨૬ દરમિયાન ભારત ની ત્રણ દિવસીય સત્ત્।ાવાર મુલાકાતે આવ્યા છે , આ તેમની ભારત ની પ્રથમ સત્ત્।ાવાર મુલાકાત છે , તેઓ નરેન્દ્ર મોદી સાથે ૧૬ મી ભારત–જાપાન વાર્ષિક શિખર બેઠક માં ભાગ લઈ રહ્યા છે.
સૌ પ્રથમ આપણે જાપાનં ભારત વાર્ષિક શિખર બેઠક ના ઇતિહાસ ને જોઈએ ભારત–જાપાન વાર્ષિક શિખર બેઠક એ બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે દર વર્ષે યોજાતી ઉચ્ચ સ્તરની દ્વિપક્ષીય બેઠક છે , આ બેઠક ની શરૂઆત ૨૦૦૬ માં થઈ હતી, દર વર્ષે આ બેઠક નું આયોજન ભારત અને જાપાન માં વારાફરતી કરવામાં આવે છે , આ બેઠક નો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચેના વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી ને વધુ મજબૂત બનાવવાનો છે.
આ શિખર બેઠકમાં વેપાર અને રોકાણ, રક્ષા અને સુરક્ષા, સેમિકન્ડકટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ , સ્વચ્છ ઊર્જા, બુલેટ ટ્રેન, ડિજિટલ ટેકનોલોજી, ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માં સહયોગ, મહત્વપૂર્ણ ખનિજો તથા લોકો વચ્ચે ના સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંબંધો જેવા મુદ્દા ઓ પર ચર્ચા કરવામાં આવે છે.
ભારત ની મુલાકાતે આવેલા જાપાન ના વડાપ્રધાન સનાએ તાકાઈચી વિશે જોઈએ તો તેઓ જાપાન ના વર્તમાન વડાપ્રધાન છે , તેમનો જન્મ ૭ માર્ચ, ૧૯૬૧ના રોજ જાપાન ના નારા પ્રિફેકચર માં થયો હતો. તેઓલિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા છે અને ૨૧ ઓકટોબર, ૨૦૨૫ ના રોજ જાપાન ના વડાપ્રધાન બન્યા હતા , તેઓ જાપાન ના ઇતિહાસ માં પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનો ઐતિહાસિક ગૌરવ ધરાવે છે.
રાજકારણ માં પ્રવેશ પહેલાં તેમણે ટેલિવિઝન પ્રસ્તુતકર્તા અને લેખિકા તરીકે પણ કાર્ય કર્યું હતું , ત્યારબાદ તેઓ સંસદ ના સભ્ય બન્યા અને આંતરિક બાબતો અને સંચાર મંત્રી તેમજ આર્થિક સુરક્ષા મંત્રી જેવા મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા હતા , સનાએ તાકાઈચી આર્થિક વિકાસ, અદ્યતન ટેકનોલોજી, સેમિકન્ડકટર, રાષ્ટ્રીય સુરક્ષા અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માં સહકાર ને પ્રાથમિકતા આપે છે , ભારત અને જાપાન વચ્ચે ના વ્યૂહાત્મક સંબંધો ને વધુ મજબૂત બનાવવા માટે તેઓ હાલ માં ભારત ની સત્ત્।ાવાર મુલાકાતે આવ્યા છે અને ૧૬મી ભારત–જાપાન વાર્ષિક શિખર બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.
આ મુલાકાત નો મુખ્ય હેતુ ભારત અને જાપાન વચ્ચે ના વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી ના સંબંધો ને વધુ મજબૂત બનાવવાનો છે.
આ દરમિયાન બંને દેશો ના વડાપ્રધાન આજે ૧૬ મી ભારત–જાપાન વાર્ષિક શિખર બેઠક માં વિવિધ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે, મુખ્ય મુદ્દા ઓ ને જોઈએ તો
૧. વેપાર અને રોકાણ માં વધારોઃ જાપાન ભારત ના સૌથી મોટા રોકાણકાર દેશો માં નું એક છે , મુલાકાત દરમિયાન બંને દેશો એ જાપાન ના નવા રોકાણો, મેન્યુફેકચરિંગ, ઔદ્યોગિક વિકાસ અને રોજગારી ની નવી તકો અંગે ચર્ચા કરી , બંને દેશો વચ્ચે વેપાર ને વધુ ગતિ આપવા નો મુખ્ય ઉદ્દેશ .
૨. સેમિકન્ડકટર અને અદ્યતન ટેકનોલોજીમાં સહયોગઃઆધુનિક ટેકનોલોજીના યુગમાં સેમિકન્ડકટર નું મહત્વ ખૂબ વધી ગયું છે , ભારત અને જાપાને સેમિકન્ડકટર ઉત્પાદન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડિજિટલ ટેકનોલોજી અને નવીન સંશોધન ક્ષેત્રે સહકાર વધારવા અંગે ચર્ચા.
૩. ક્રિટિકલ મિનરલ્સ ની સુરક્ષાઃ ઇલેકિટ્રક વાહનો, બેટરી અને અદ્યતન ઇલેકટ્રોનિકસ માટે જરૂરી લિથિયમ, કોબાલ્ટ અને અન્ય ક્રિટિકલ મિનરલ્સ ના સ્થિર પુરવઠા માટે બંને દેશો એ સંયુકત પ્રયાસો વધારવા પર ભાર.
૪. સપ્લાય ચેઇન મજબૂત બનાવવીઃ
વિશ્વમાં બદલાતી પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ને બંને દેશો એ જરૂરી કાચા માલ, ઔદ્યોગિક ઉત્પાદનો અને ટેકનોલોજી ના પુરવઠા ને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવા માટે સહકાર વધારવા ના પ્રયાસ.
૫. રક્ષા અને સુરક્ષા સહયોગઃભારત અને જાપાને દરિયાઈ સુરક્ષા, સંયુકત સૈન્ય અભ્યાસ, સંરક્ષણ ટેકનોલોજી અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માં શાંતિ તથા સ્થિરતા જાળવવા માટે વ્યૂહાત્મક સહયોગ વધારવા અંગે ચર્ચા .
૬. ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહકારઃ બંને દેશો મુકત, ખુલ્લા અને નિયમ આધારિત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના સમર્થક છે, આ મુલાકાત દરમિયાન સમુદ્રી સુરક્ષા, આંતરરાષ્ટ્રીય કાયદા નું પાલન અને પ્રાદેશિક સ્થિરતા અંગે સહમતિ ના પ્રયાસો.
૭. ગ્રીન એનર્જી અને સ્વચ્છ વિકાસઃ સ્વચ્છ ઊર્જા, હાઇડ્રોજન, નવીનીકરણીય ઊર્જા, કાર્બન ઉત્સર્જનમાં દ્યટાડો અને પર્યાવરણ સંરક્ષણ જેવા ક્ષેત્રો માં સહકાર વધારવા નો પણ મુખ્ય હેતુ કહી શકાય.
૮.ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસ ને ગતિ આપવીઃ મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન સહિતના મોટા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટો ની પ્રગતિ ની સમીક્ષા કરવા માં આવી અને ભવિષ્ય માં વધુ સહકાર અંગે ચર્ચા.
૯. લોકો વચ્ચે ના સંબંધો મજબૂત બનાવવું:શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સંસ્કૃતિ, પ્રવાસન અને વિદ્યાર્થી વિનિમય કાર્યક્રમો દ્વારા બંને દેશોના લોકો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાના પ્રયાસો પણ આ મુલાકાતનો મહત્વપૂર્ણ ભાગ બની રહેશે.જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઈચીની આ ભારત મુલાકાત માત્ર ઔપચારિક રાજકીય મુલાકાત નથી, પરંતુ ભારત–જાપાન વચ્ચે વેપાર, રોકાણ, ટેકનોલોજી, રક્ષા, ઊર્જા, ઇન્ફ્રાસ્ટ્રકચર અને વૈશ્વિક વ્યૂહાત્મક સહયોગ ને નવી દિશા આપનારી મહત્વપૂર્ણ મુલાકાત માનવામાં આવે છે , બંને દેશોનો ઉદ્દેશ એશિયા તથા ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને ટકાઉ વિકાસને વધુ મજબૂત બનાવવાનો છે.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
