News of Wednesday, 28th October 2026
રિલાયન્સ પરિવારના અનંત અંબાણીએ દાદા ધીરૂભાઇ અંબાણીનો વારસો, પિતાનું માર્ગદર્શન, પરિવારના સંસ્કારોનો ઉલ્લેખ કરતા મુકેશ અંબાણી ભાવુક : જુઓ વિડીયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૮: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જિયો પ્લેટફોર્મ્સના આઇપીઓ લિસ્ટિંગ સમારોહ દરમિયાન અનંત અંબાણીએ તેમના દાદા ધીરુભાઈ અંબાણીના વારસા, પિતાના માર્ગદર્શન અને પરિવારના સંસ્કારોનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન મુકેશ અંબાણી ભાવુક થયા હતા અને આંખનાં આંસુ લૂછતા જોવા મળ્યા હતા.
જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના શેરબજારમાં પ્રવેશ સાથે ઘંટડી વગાડવાનો સમારોહ યોજાયો હતો.
મુંબઈમાં મુકેશ અંબાણી પરિવારની ઉપસ્થિતિમાં જિયોની શેરબજારની નવી સફરનો પ્રારંભ થયો છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નેતળત્વ હેઠળની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડે આજે, ૨૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ભારતીય શેરબજારમાં પ્રવેશ કર્યો હતો. કંપનીના લિસ્ટિંગ પ્રસંગે મુંબઈ ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં શેરબજારની પરંપરા મુજબ ઘંટડી વગાડીને ટ્રેડિંગની શરૂઆતની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઐતિહાસિક પ્રસંગે મુકેશ અંબાણી, નીતા અંબાણી સહિત અંબાણી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન પરિવારના સભ્યોએ જિયોની સફળતા, કંપનીની વિકાસયાત્રા અને દેશના કરોડો ગ્રાહકોના યોગદાનને બિરદાવ્યું હતું.
જિયો પ્લેટફોર્મ્સના શેર પ્રતિ શેર રૂ. ૧,૧૧૯ના ઇશ્યૂ ભાવની સામે રૂ. ૧,૩૫૮ના ભાવે લિસ્ટ થયા હતા, જે આશરે ૨૧.૩૬ ટકાનું પ્રીમિયમ દર્શાવે છે. આ સાથે જિયોએ ભારતીય ટેલિકોમ અને ડિજિટલ ક્ષેત્રમાં પોતાની મજબૂત સ્થિતિને વધુ એક મહત્વપૂર્ણ મુકામે પહોંચાડી હતી.
લિસ્ટિંગ સમારોહ દરમિયાન અંબાણી પરિવારના સભ્યોના ઉદબોધન અને ઘંટડી વગાડવાની ક્ષણોએ આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. જિયોની આ નવી શરૂઆત કંપનીના ભવિષ્યના વિકાસ અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતની વૈશ્વિક ઓળખ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. JPL IPO ના લિસ્ટિંગ સમારોહમાં જીયો પ્લેટફોર્મ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણી, જીયોં પ્લેટફોર્મ્સના ડિરેક્ટર ઈશા અંબાણી, અનંત અંબાણીએ પ્રવચન કર્યુ હતું.(૬.૧ર)

(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
