News of Saturday, 17th October 2026
ગ્રે માર્કેટમાં આગ લગાવી રહ્યો છે Jio IPO : ૨૦૦ની પાર પ્રીમિમય
૧૬ ઓક્ટોબરે Jio Platformsના અનલિસ્ટેડ શેરો પર પ્રતિ શેર રૂ.૨૩૦નું ગ્રે માર્કેટ પ્રીમિયમ જોવા મળ્યું હતું: ૩ ઓક્ટોબરે આ પ્રીમિયમ રૂ.૧૨૫ હતું : પ્રતિ શેર રૂ.૧,૧૧૯ની IPOની ઉપરની પ્રાઇસ બેન્ડની સરખામણીએ શેરનું સંભવિત લિસ્ટિંગ આશરે ૨૦.૬%ના પ્રીમિયમ પર થઈ શકે છે

મુંબઈ,તા.૧૭: ટેલિકોમ અને ડિજિટલ સર્વિસિસ ક્ષેત્રની કંપની Jio Platformsના આગામી ઇનિશિયલ પબ્લિક ઑફરિગ (IPO) પહેલાં ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP)માં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. બે અઠવાડિયાથી પણ ઓછા સમયમાં કંપનીના GMPમાં ૮૪%નો વધારો થયો છે, જે રોકાણકારોમાં વધી રહેલા રસનો સંકેત આપે છે.
૧૬ ઑક્ટોબરે Jio Platformsના અનલિસ્ટેડ શેરો પર પ્રતિ શેર રૂ.૨૩૦નું ગ્રે માર્કેટ પ્રીમિયમ જોવા મળ્યું હતું. ૩ ઑક્ટોબરે આ પ્રીમિયમ રૂ.૧૨૫ હતું. હાલના GMPના આધારે, પ્રતિ શેર રૂ.૧,૧૧૯ની IPOની ઉપરની પ્રાઇસ બેન્ડની સરખામણીએ શેરનું સંભવિત લિસ્ટિંગ આશરે ૨૦.૬%ના પ્રીમિયમ પર થઈ શકે છે. જો કે, ગ્રે માર્કેટ પ્રીમિયમ રોકાણકારોના સેન્ટિમેન્ટનો એક બિનસત્તાવાર સંકેત છે. તે શેરના વાસ્તવિક લિસ્ટિંગ ભાવ કે રોકાણ પર મળનારા વળતરની ખાતરી આપતું નથી.
IPOના સંસ્થાકીય રોકાણકારો વચ્ચે પણ રસ વધી રહ્યો છે. મનીકંટ્રોલના સૂત્રોને ટાંકીને આપેલા અહેવાલ અનુસાર, GIC Pte, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઑથોરિટી અને કતાર ઇન્વેસ્ટમેન્ટ ઑથોરિટી જેવા વૈશ્વિક ફંડ્સ ઉપરાંત SBI મ્યુચ્યુઅલ ફંડ, મોતીલાલ ઓસવાલ AMC અને HDFC મ્યુચ્યુઅલ ફંડ સહિતની સ્થાનિક ફંડ કંપનીઓ પણ IPOના એન્કર બુકમાં શેર મેળવવા માટે રસ દાખવી રહી છે.
Jio Platforms IPOનું વેલ્યુએશન બ્રોકરેજ હાઉસનો શું અભિપ્રાય છે? SBI સિક્યોરિટીઝે જણાવ્યું છે કે, IPOનું વેલ્યુએશન Jio Platformsના વિશાળ કદ, કમાણીમાં વૃદ્ધિ અને લાંબા ગાળે આવક વધારવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યું છે. SBI સિક્યોરિટીઝે એક નોટમાં જણાવ્યું હતું કે, ‘‘અપર પ્રાઇસ બેન્ડ પર આ ઇશ્યૂનું વેલ્યુએશન ઇશ્યૂ બાદ FY26ના P/E મલ્ટિપલના ૩૪.૪ ગણું અને પ્રતિ સબસ્ક્રાઇબર ચ્સ્ મલ્ટિપલ રૂ.૨૦,૧૧૭ થાય છે. આ કંપનીના વિશાળ કદ, કમાણીમાં વૃદ્ધિ, ટેક્રોલોજી ક્ષમતા અને લાંબા ગાળે આવક વધારવાની સંભાવનાને દર્શાવે છે.''
સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટે પણ આ ત્ભ્બ્માં સબસ્ક્રાઇબ કરવાની ભલામણ કરી છે. બ્રોકરેજના મતે, ભારતના ટેલિકોમ ઉદ્યોગમાં ટેરિફ અંગે વધુ શિસ્ત જોવા મળી રહી છે, જેના કારણે પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવક (ARPU)માં સતત વૃદ્ધિ થવાની સંભાવના છે.
IPOની સબસ્ક્રિપ્શન પ્રક્રિયા પહેલાં કંપનીને સંસ્થાકીય રોકાણકારો તરફથી $૨૦ અબજથી વધુની બિડ મળી હોવાનું જણાવાયું છે. કંપનીએ પ્રતિ શેર રૂ.૧,૦૬૫થી રૂ.૧,૧૧૯ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે અને IPO દ્વારા વધુમાં વધુ રૂ.૩૦,૨૧૩ કરોડ એકત્ર કરવાની યોજના છે. આ IPO ૨૧ ઑક્ટોબરથી ૨૩ ઑક્ટોબર, ૨૦૨૬ દરમિયાન રોકાણકારો માટે ખુલ્લો રહેવાનો છે. આ સાથે તે ભારતના અત્યાર સુધીના સૌથી મોટા IPO પૈકીનો એક બની શકે છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
