<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

કંગના રણૌતનો મોટો દાવો: "ઇસ્લામવાદીઓના સંપર્કમાં આવ્યા પછી લોકો લેફ્ટિસ્ટ બની જાય છે, હું હવે જાગૃત હિન્દુ બનવા માંગુ છું"

'જેન ઝી' વિરોધ પ્રદર્શન પર નિવેદન આપ્યા બાદ સર્જાયેલા વિવાદ વચ્ચે ભાજપ સાંસદ કંગના રણૌતે પોતાની વૈચારિક સફર અને સિનેમા જગતના અનુભવો શેર કર્યા.

નવી દિલ્હી : મંડીના ભાજપ સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વિડીયો મેસેજ શેર કરીને નવો વિવાદ છેડ્યો છે. સંસદ જતા પહેલાં શેર કરેલા આ વિડીયોમાં કંગનાએ દાવો કર્યો છે કે, "ઇસ્લામવાદીઓના સંપર્કમાં આવ્યા પછી લોકોની વિચારસરણી એવી બદલાય છે કે તેઓ લેફ્ટિસ્ટ (ડાબેરી) બની જાય છે." આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, તેઓ અગાઉ 'મોડરેટ હિન્દુ' (મધ્યમ માર્ગી) હતા પરંતુ હવે ભાજપ અને આરએસએસની જેમ 'જાગૃત હિન્દુ' બનવા માંગે છે.
ચોકલેટ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની મહિલાઓનો ઉલ્લેખ કરતાં કંગનાએ જણાવ્યું કે, "અમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી હિન્દુ દીકરીઓ અને બહેનોને જોઈ છે. તેઓ ધર્મ કે રાજકારણ અંગે બહુ સ્પષ્ટ કે ઉગ્ર વિચારસરણી ધરાવતી નથી હોતી અને તટસ્થ રહે છે. પરંતુ કમનસીબે જેવા તેઓ ચોક્કસ વિચારસરણી ધરાવતા ઇસ્લામવાદીઓના સંપર્કમાં આવે છે, તરત જ તેમનો ઝુકાવ ડાબેરી વિચારધારા તરફ થઈ જાય છે."
આ અગાઉ NEET પરીક્ષા પેપર લીક વિરોધ પ્રદર્શન દરમિયાન 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના નેતૃત્વમાં પ્રદર્શન કરી રહેલા યુવાનો માટે કંગનાએ 'જનરેશન ગટર' શબ્દ વાપર્યો હતો, જેની ભારે ટીકા થઈ રહી છે. પોતાની વાત રજૂ કરતાં કંગનાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો બંધારણ દરેકને પોતાની વિચારસરણી પસંદ કરવાની છૂટ આપે છે, તો પછી તેમના માટે એક સ્પષ્ટ અને જાગૃત હિન્દુ બનવાનો માર્ગ કેમ બંધ હોવો જોઈએ?

(6:57 PM IST)