News of Friday, 18th September 2026
કર્ણાટકમાં તૂલુ ભાષાને રાજ્યની બીજી વધારાની ભાષા તરીકે માન્યતા :કેબિનેટે મંજૂરી આપી
મુખ્યમંત્રી ડી.,કે, શિવકુમારે કહ્યું -રાજ્ય સરકાર દરિયાકાંઠાના કર્ણાટક માટે એક અલગ પ્રવાસન નીતિ રજૂ કરશે,

કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે શુક્રવારે જણાવ્યું હતું કે રાજ્ય મંત્રીમંડળે તૂલુને રાજ્યની બીજી વધારાની ભાષા તરીકે માન્યતા આપવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે દક્ષિણ કન્નડ અને ઉડુપી જિલ્લામાં મુખ્યત્વે બોલાતી તૂલુ ભાષામાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ માટે મોટી સંભાવના છે.
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા શેર કરાયેલ કેબિનેટ નોંધમાં જણાવાયું છે કે તે બીજી વધારાની વહીવટી ભાષા હશે. શિવકુમારે એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર દરિયાકાંઠાના કર્ણાટક માટે એક અલગ પ્રવાસન નીતિ રજૂ કરશે, જે લાંબો દરિયાકિનારો, સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓ અને ધાર્મિક અને વારસાગત સ્થળો ધરાવે છે.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
