<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

બંગાળમાં ‘ખેલા' થઈ ગયો? મમતાની બેઠકમાં ૧૦ ધારાસભ્‍યો ગેરહાજર

ચૂંટણી હાર્યા બાદ મમતા બેનર્જીએ બોલાવેલી ધારાસભ્‍યોની બેઠકમાં ૮૦ માંથી ૧૦ ધારાસભ્‍યો ગેરહાજર રહ્યા : ૧૦ ધારાસભ્‍યોની ગેરહાજરીને કારણે TMC માં આંતરિક વિખવાદની અટકળો તેજ

કોલકત્તા,તા.૭: પヘમિ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્‍યનું રાજકારણ ગરમાયું છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સુપ્રીમો મમતા બેનર્જી દ્વારા કોલકાતાના કાલીઘાટ સ્‍થિત તેમના નિવાસસ્‍થાને બોલાવવામાં આવેલી મહત્‍વની બેઠકમાં મોટો આંચકો લાગ્‍યો છે. પક્ષના કુલ ૮૦ નવનિર્વાચિત ધારાસભ્‍યોમાંથી માત્ર ૭૦ ધારાસભ્‍યો જ હાજર રહ્યા હતા, જ્‍યારે ૧૦ જેટલા ધારાસભ્‍યો ગેરહાજર જણાતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. આ બેઠકમાં હારના કારણોની સમીક્ષા અને વિરોધ પક્ષના નેતાની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી સહિતના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, મમતા બેનર્જીએ બેઠક દરમિયાન ચૂંટણી પરિણામોમાં 'ગેરરીતિ' થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો અને ભાજપ પર ચૂંટણી 'લૂંટી' લેવાનો આરોપ લગાવ્‍યો હતો. ગેરહાજર રહેલા ૧૦ ધારાસભ્‍યોને લઈને એવી અટકળો તેજ થઈ છે કે શું પક્ષમાં કોઈ મોટું ભંગાણ પડવાની તૈયારી છે? જોકે, TMC નેતાઓએ આ ગેરહાજરીને અંગત કારણો ગણાવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે.

બીજી તરફ, ભાજપે મમતા બેનર્જીના વલણની આકરી ટીકા કરી છે. મમતા બેનર્જીએ અગાઉ નિવેદન આપ્‍યું હતું કે તેઓ હાર્યા નથી, જેના પર પલટવાર કરતા ભાજપના નેતાઓએ સવાલ ઉઠાવ્‍યો છે કે જો જનતાએ સ્‍પષ્ટ જનાદેશ આપ્‍યો હોય તો હાર સ્‍વીકારવાને બદલે TMC સત્તામાં ટકી રહેવાના હવાતિયાં શા માટે મારી રહી છે. મમતા બેનર્જીએ આગામી સમયમાં ચૂંટણી પરિણામોને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં જવાની અને ૧૦ સભ્‍યોની ફેક્‍ટ-ફાઈન્‍ડિંગ કમિટી બનાવવાની પણ તૈયારી દર્શાવી છે.

(10:03 AM IST)