News of Monday, 25th May 2026
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અન્ય રાજ્યો કરતાં ટનાટન
વર્ષ ૨૦૨૪માં સમગ્ર ભારતનો સરેરાશ ક્રાઈમ રેટ ૨૫૨.૩ છેઃ જેની સરખામણીએ ગુજરાતનો ક્રાઈમ રેટ માત્ર ૨૨૭.૭ છેઃ દેશના કુલ ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત ૧૨મા ક્રમે : દારૂબંધીના કેસ દૂર કરો તો ક્રાઇમ રેટ ખૂબ ઓછોઃગુજરાતનો વાસ્તવિક પરંપરાગત આઈ.પી.સી./બી.એન.એસ. ગુનાઓનો રેટ રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો વધારે નીચો છે

નવી દિલ્હી,તા.૨૫: ગત વર્ષે અમુક અમદાવાદ સહિત રાજ્યમાં બનેલા અમુક બનાવોએ ગુજરાતની કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઊભા કર્યા હતા અને આ મુદ્દે ભારે ઉહાપોહ મચી ગયો હતો. પરંતુ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB), નવી દિલ્હી દ્વારા તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવેલા ક્રાઈમ ઇન ઇન્ડિય પુસ્તકના આધારે વર્ષ ૨૦૨૪ દરમ્યાન ગુજરાત રાજ્ય તેમજ ભારતના અન્ય રાજ્યોના ગુનાહિત આંકડાઓનું તુલનાત્મક વિશ્લેષણ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્તાવાર આંકડાઓએ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અન્ય રાજ્યો કરતાં સુદ્રઢ હોવાનું સાબિત કર્યું છે.
વર્ષ ૨૦૨૪માં સમગ્ર ભારતનો સરેરાશ ક્રાઈમ રેટ ૨૫૨.૩ છે, જેની સરખામણીએ ગુજરાતનો ક્રાઈમ રેટ માત્ર ૨૨૭.૭ છે. દેશના કુલ ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત ૧૨મા ક્રમે આવે છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધી અમલમાં હોવા છતાં દારૂના બનાવોની સંખ્યા પણ ખૂબ ઊંચી છે. ગુજરાત પોલીસ દ્વારા ગુના નિવારણના ભાગરૂપે પ્રોહિબિશન એક્ટ હેઠળ રાજ્યમાં દારૂ ગાળવા, વેચવા, હેરફેર કરવા કે પીવા સંબંધિત ગુનાઓમાં પોલીસ દ્વારા સ્વતઃ સંજ્ઞાન લઈને દર વર્ષે લાખોની સંખ્યામાં કેસો દાખલ કરવામાં આવે છે.
NCRBના ડેટામાં જ્યારે કુલ ગુનાઓની ગણતરી થાય છે, ત્યારે આ પ્રોહિબિશન (દારૂબંધી) હેઠળ નોંધાયેલા સ્પેશિયલ એન્ડ લોકલ લોઝના કેસો પણ તેમાં ઉમેરાય છે. ગુજરાત પોલીસની આ ડ્રાઇવના કારણે ગુના નોંધણીની સંખ્યા ઊંચી દેખાય છે, જો આ દારૂબંધીના કેસોને અલગ રાખવામાં આવે, તો ગુજરાતનો વાસ્તવિક પરંપરાગત આઈ.પી.સી./બી.એન.એસ. ગુનાઓનો રેટ રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો વધારે નીચો છે.
મહિલા સુરક્ષા બાબતે ગુજરાત દેશના સૌથી સુરક્ષિત રાજ્યોમાં મોખરે છે. રાષ્ટ્રીય સ્તરે મહિલાઓ વિરૂદ્ધના ગુનાનો દર ૬૪.૬ છે, જ્યારે ગુજરાતમાં આ દર માત્ર ૨૨.૦ છે. આ કેટેગરીમાં ગુજરાત દેશમાં ૩૩મા સ્થાને છે એટલે કે ખૂબ નીચો ગુનાખોરી દર છે.
બાળકો વિરૂદ્ધ થતા ગુનાઓમાં રાષ્ટ્રીય સરેરાશ ૪૨.૩ સામે ગુજરાતનો ક્રાઈમ રેટ ૨૫.૮ છે અને ગુજરાત દેશમાં ૨૯મા ક્રમે છે.
ખૂન, ખૂનની કોશિશ, બળાત્કાર, અપહરણ, લૂંટ અને ધાડ જેવા ગંભીર હિસાત્મક ગુનાઓમાં રાષ્ટ્રીય સરેરાશ ૫૨.૯ ની સામે ગુજરાતનો ક્રાઈમ રેટ માત્ર ૧૬.૫ નોંધાયો છે, જેમાં ગુજરાત ર્ં૩૧મા સ્થાને છે.
રાષ્ટ્રીય ક્રાઈમ રેટ ૬૨.૧ ની સરખામણીએ ગુજરાતમાં આ દર ઘણો ઓછો એટલે કે ૨૪.૭ છે. જે અંતર્ગત ગુજરાત ૩૧મા ક્રમે છે.
ચોરી, ઘરફોડ, લૂંટ અને ધાડ જેવા ગુનાઓમાં દેશનો સરેરાશ રેટ ૫૭.૯ છે, જ્યારે ગુજરાતનો રેટ ૩૦.૪ છે. ગુજરાત આ કેટેગરીમાં ૨૩મા સ્થાને છે. વર્ષ ૨૦૨૪ દરમ્યાન ગુજરાતમાં અલગ અલગ હેડ મુજબ ક્રાઇમ રેટના આધારે અન્ય રાજ્યો સાથે સરખામણી કરતા ગંભીર ગુનાઓમાં ગુજરાતનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો ઓછો રહ્યો છે.
વર્ષ ૨૦૨૪ માં ખૂનના ગુનાનો રાષ્ટ્રીય સરેરાશ ક્રાઈમ રેટ ૧.૯ છે, જેની સામે ગુજરાતનો ક્રાઈમ રેટ માત્ર ૧.૩ છે. આ ગુનાના ક્રાઈમ રેટમાં દેશના ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત ૨૯મા ક્રમે છે.
વર્ષ ૨૦૨૪ માં બળાત્કારના ગુનાઓનો ઓલ ઇન્ડિયા ક્રાઈમ રેટ ૪.૩ છે, જેની સરખામણીએ ગુજરાતમાં આ ક્રાઈમ રેટ ઘણો ઓછો એટલે કે ૧.૯ જેટલો નોંધાયો છે. ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરખામણીમાં ગુજરાત આ કેટેગરીમાં ૨૯મા ક્રમે છે.
આ પ્રકારના ગુનાઓનો સમગ્ર ભારતનો સરેરાશ ક્રાઈમ રેટ ૬.૮ છે, જેની સામે ગુજરાતમાં આ દર માત્ર ૧.૭ છે. આ ગુનાના ક્રાઈમ રેટમાં દેશમાં ગુજરાતનું સ્થાન ૨૬મા ક્રમાંકે છે.
વર્ષ ૨૦૨૪ માં ઘરફોડના ગુનાનો ઓલ ઇન્ડિયા ક્રાઈમ રેટ ૭.૭ છે, જેની સામે ગુજરાતમાં આ દર માત્ર ૪.૧ રહ્યો છે. કુલ ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત આ ગુનાના ક્રાઈમ રેટમાં ૨૭મા સ્થાને છે
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
